Home> Business
Advertisement
Prev
Next

Post Office TD: એકવાર ₹10 લાખ જમા કરો, 5 વર્ષ બાદ ગેરેન્ડેટ મળશે ₹14.50 લાખ, જુઓ કેલકુલેશન

Post Office TD: સરકારે 1 એપ્રિલ 2023થી સ્મોલ સેવિંગ્સના વ્યાજદરમાં ફેરફાર કર્યો છે. PPFને છોડી દરેક બચત યોજનાઓના વ્યાજદરોમાં 10-70 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. 

Post Office TD: એકવાર ₹10 લાખ જમા કરો, 5 વર્ષ બાદ ગેરેન્ડેટ મળશે ₹14.50 લાખ, જુઓ કેલકુલેશન

નવી દિલ્હીઃ Post Office TD: સરકારે 1 એપ્રિલથી સ્મોલ સેવિંગ્સના વ્યાજદરમાં ફેરફાર કર્યો છે. PPF ને છોડીને દરેક બચત યોજનાઓના વ્યાજદરોમાં 10-70 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ સુરક્ષિત અને ગેરેન્ટેડ રિટર્ન આપનારી સ્કીમ્સમાં એક યોજના પોસ્ટ ઓફિસની 5 વર્ષની ટાઇમ ડિપોઝિટ (Post Office Time Deposit Account)પણ છે. કોઈ જોખમ લીધા વગર ગેરેન્ડેટ ઈનકમ માટે પોસ્ટ ઓફિસની ટાઇમ ડિપોઝિટ એક સારો વિકલ્પ છે. પોસ્ટ ઓફિસની પાંચ વર્ષની ટાઇમ ડિપોઝિટ સરકારે વ્યાજદર 7 ટકાથી વધારી 7.5 ટકા વાર્ષિક કરી દીધો છે. પોસ્ટ ઓફિસની 5 વર્ષવાળી આ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં જમાકર્તા ઇનકમ ટેક્સ સેક્શન 80સી અંતર્ગત ડિડક્શનનો પણ ફાયદો ઉઠાવી શકે છે.

fallbacks

Post Office: 5 વર્ષ માટે 10 લાખ ડિપોઝિટ
પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની એફડી પર કસ્ટમરને 1 એપ્રિલ 2023થી 7.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. Post Office FD Calculator 2023 પ્રમાણે 10 લાખ રૂપિયા ડિપોઝિટ કરો છો તો મેચ્યોરિટી પર રેગુલર કસ્ટમરને 14,49,948 રૂપિયા મળશે. તેમાં વ્યાજથી 4,49,948 રૂપિયાની કમાણી થશે. એટલે કે પાંચ વર્ષમાં આશરે 4.5 લાખ રૂપિયાની ગેરેન્ડેટ કમાણી વ્યાજથી થશે. 

આ પણ વાંચોઃ Coin: તમારા પાસે રહેલો ચલણી સિક્કો કયા શહેરમાં બનેલો છે, આ નિશાનીથી કરો ઓળખ

રોકાણકારો પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં 1, 2, 3 અને 5 વર્ષની પાકતી મુદત માટે ડિપોઝિટ કરી શકે છે. પાકતી મુદત પછી સમયની થાપણ આગળ લઈ જઈ શકાય છે. ટાઇમ ડિપોઝીટ હેઠળ સિંગલ એકાઉન્ટ અને જોઇન્ટ એકાઉન્ટ પણ ખોલવામાં આવે છે. સંયુક્ત ખાતામાં વધુમાં વધુ 3 વયસ્કોનો સમાવેશ કરી શકાય છે. આ ખાતું ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખોલાવી શકાય છે. આ પછી તમે તેમાં રૂ.100ના ગુણાંકમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસ ટીડીમાં રોકાણની કોઈ મર્યાદા નથી. નાણા મંત્રાલય દર ક્વાર્ટરમાં નાની બચત પરના વ્યાજ દરોની સમીક્ષા કરે છે.

5 વર્ષની ટીડી પર ટેક્સ બેનિફિટ
પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની FD પર ટેક્સ છૂટનો લાભ મળે છે. આવકવેરાની કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીના રોકાણ પર કર કપાતનો દાવો કરી શકાય છે. અહીં ધ્યાનમાં રાખો કે FDમાં પાકતી મુદત પર મળેલી રકમ કરપાત્ર છે. પોસ્ટ ઓફિસ ટીડીને 1 વર્ષ માટે 6.8 ટકા, 2 વર્ષ માટે 6.9 ટકા અને 3 વર્ષ માટે 7.0 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ યોજનામાં, વ્યાજ દરોની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે, પરંતુ ચુકવણી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે.

આ પણ વાંચો- સપ્તાહના પ્રથમ દિવસે સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જલદી જાણો નવી કિંમત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More