Home> Business
Advertisement
Prev
Next

સરકારની આ યોજનામાં બનાવી શકો છો 42 લાખનું ફંડ, મહિને કરવું પડશે 5,000 રૂપિયાનું રોકાણ

PPF Scheme: કેન્દ્ર સરકારની પીપીએફ યોજનાને લઈને લોકોમાં ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ સરકારની એવી યોજના છે, જેમાં રોકાણકારોને લાખો રૂપિયાનું ફંડ એક સાથે મળી જાય છે. આજે અમે તમને જણાવીશું કે તમે કઈ રીતે પીપીએફ સ્કીમમાં રોકાણ કરીને 42 લાખ મેળવી શકો છો. 
 

સરકારની આ યોજનામાં બનાવી શકો છો 42  લાખનું ફંડ, મહિને કરવું પડશે 5,000 રૂપિયાનું રોકાણ

PPF Scheme: કેન્દ્ર સરકારની પીપીએફ યોજનાને લઈને લોકોમાં ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ સરકારની એક એવી યોજના છે, જેમાં રોકાણકારોને લાખો રૂપિયાનું ફંડ એક સાથે મળે છે. આજે અમે તમને જણાવીશું કે તમે પીપીએફ સ્કીમમાં કઈ રીતે એક સાથે 42 લાખ રૂપિયા મેળવી શકો છો. સૌથી મોટી વાત છે કે તેમાં સરકારી ગેરંટીની સાથે તમારા પૈસા અને તેના પર મળનાર રિટર્ન સુરક્ષિત હોય છે. નોકરી કરતા લોકો અને વેપારીઓ માટે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ સૌથી સારો વિકલ્પ છે. 

fallbacks

રોકાણ માટે પીપીએફ છે સૌથી સારો વિકલ્પ
લાંબા સમયમાં રોકાણ માટે પીપીએફ સારૂ રિટર્ન આપતો વિકલ્પ છે. તેમાં દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. તેમાં તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. તેના પૈસા શેર બજારમાં લાગતા નથી અને તમને રોકાણ પર પહેલાથી નક્કી વ્યાજ મળે છે. 

કઈ રીતે મળશે 42 લાખ રૂપિયા
જો તમે પીપીએફ સ્કીમમાં દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરો છો, તો એક વર્ષમાં આ રકમ 60,000 થશે. જો તમે 15 વર્ષ માટે રોકાણ કરો છો તો મેચ્યોરિટી પર તમારા પૈસા 16,27,284 રૂપિયા થઈ જશે. જો તમે 5-5 વર્ષની અવધિમાં આગામી 10 વર્ષ માટે તમારી ડિપોઝિટ વધારો છો તો 25 વર્ષ બાદ તમારૂ ફંડ આશરે 42 લાખ એટલે કે 41,57,566 રૂપિયા થઈ જશે. તેમાં તમારૂ યોગદાન 15,12,500 રૂપિયા હશે અને વ્યાજથી તમારી આવક 26,45,066 રૂપિયા થશે. 

આ પણ વાંચોઃ વાવાઝોડાના કારણે ધાબા પર લાગેલી સોલર પ્લેટ ઉડી જાય તો વળતર મળે ખરું? ખાસ જાણો

વધી શકે છે રોકાણનો સમય
સરકારની યોજનામાં તમે રોકાણને 5-5 વર્ષ માટે વધારી શકો છો. તમારી પાસે 15  ર્ષ બાદ રોકાણને જારી રાખવું કે નહીં બંને વિકલ્પ હોય છે. 

તમે લોન માટે પણ કરી શકો છો અરજી
પીપીએફ યોજનામાં તમને ટેક્સ છૂટનો પણ લાભ મળે છે. આ યોજનામાં તમે સેક્શન 80સી હેઠળ ટેક્સ છૂટનો લાભ મેળવી શકો છો. આ યોજનામાં 5 વર્ષ પૂરા થવા પર તમે લોન માટે અરજી પણ કરી શકો છો. 

આ પણ વાંચોઃ ખેતી કરી તો કરોડપતિ બની જશો, દુનિયાના સૌથી મોંધા મશરૂમની એડવાન્સમાં થાય છે બુકિંગ

આટલા રૂપિયામાં શરૂ થઈ શકે છે રોકાણ
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ સ્કીમમાં તમે ઓછામાં  ઓછા 500 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકે છે. તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસ કે બેન્કમાં ખાતુ ખોલી શકો છો. 1 જાન્યુઆરી 2023થી સરકારે આ યોજનામાં 7.1 ટકા વ્યાજ આપી રહી છે અને પીપીએફ યોજનાની મેચ્યોરિટી 15 વર્ષ હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More