Home> Business
Advertisement
Prev
Next

PMSBY Scheme: જબરદસ્ત છે સરકારની આ યોજના, માત્ર 1 રૂપિયામાં 2 લાખની સુવિધા, જાણો વિગતો

Pradhan Mantri Suraksha Bima Yojana Scheme: કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય માણસો માટે અનેક ફાયદાકરક યોજનાઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના(Pradhan Mantri Suraksha Bima Yojana-PMSBY) પણ આવી જ એક સુપરહિટ યોજના છે.

 PMSBY Scheme: જબરદસ્ત છે સરકારની આ યોજના, માત્ર 1 રૂપિયામાં 2 લાખની સુવિધા, જાણો વિગતો

નવી દિલ્હી: Pradhan Mantri Suraksha Bima Yojana Scheme: કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય માણસો માટે અનેક ફાયદાકરક યોજનાઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના(Pradhan Mantri Suraksha Bima Yojana-PMSBY) પણ આવી જ એક સુપરહિટ યોજના છે. જે હેઠળ દર મહિને  બસ એક રૂપિયો એટલે કે આખા વર્ષમાં ફક્ત 12 રૂપિયા જમા કરીને તમે 2 લાખ રૂપિયાનો એક્સિડેન્ટલ ઈન્શ્યોરન્સ મેળવી શકો છો. આ યોજના ખુબ ઓછા પ્રીમીયમમાં જીવન વીમો આપે છે. આવો જાણીએ તેના વિશે.

fallbacks

મે મહિનામાં પ્રીમીયમ
નોંધનીય છે કે થોડા વર્ષ પહેલા કેન્દ્ર સરકારે ખુબ ઓછા પ્રીમીયમ પર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની શરૂઆત કરી હતી. PMSBY નું વાર્ષિક પ્રીમીયમ બસ 12 રૂપિયા જ છે. મે મહિનાના અંતમાં તેનું પ્રીમીયમ ભરવાનું હોય છે. સૌથી ખાસ વાત એ છે કે તમારા બેંક ખાતામાંથી 31મી મેના રોજ આ રકમ જાતે જ કપાઈ જાય છે. આથી ધ્યાનમાં રાખજો કે જો તમે PMSBY નો લાભ લેતા હોવ તો તમારું બેંક એકાઉન્ટ મે મહિનાની 31મી તારીખે ખાલી ન રાખતા. 

PMSBY યોજનાના નિયમ અને શરતો
PMSBY યોજનાના લાભ(PMSBY Scheme Benefits) માટે કેટલીક શરતો અપાઈ છે. તેનો લાભ મેળવવા માટે અરજદારની ઉંમર 18થી 70 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ યોજનાનું વાર્ષિક પ્રીમીયમ માત્ર 12 રૂપિયા છે એટલે કે મહિનાનું એક રૂપિયો. PMSBY પોલીસીનું પ્રીમીયમ સીધુ જ બેંક એકાઉન્ટમાંથી કપાય છે. આથી બેંકમાં બેલેન્સ રાખવું. આ ઉપરાંત પોલીસી ખરીદતી વખતે બેંક ખાતાને PMSBY સાથે લિંક કરાવવામાં આવે છે. આ યોજના હેઠળ વીમો ખરીદનારા ગ્રાહકનું અકસ્માતમાં મૃત્યુ થવા પર કે વિકલાંગ થવા પર 2 લાખ રૂપિયા રકમ તેના આશ્રિતને અપાય છે. 

રજિસ્ટ્રેશનની પ્રક્રિયા
આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમે કોઈ પણ બેંક શાખામાં જઈને પોલીસી માટે અરજી કરી શકો છો. બેંક મિત્ર પણ PMSBY યોજનાને ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે. આ માટે તમે વીમા એજન્ટનો પણ સંપર્ક કરી શકો છો. સરકારી વીમા કંપનીઓ  અને અનેક ખાનગી વીમા કંપનીઓ પણ આ પ્લાન વેચે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More