Home> Business
Advertisement
Prev
Next

આ પ્રાઈવેટ બેન્ક FD પર આપી રહી છે સૌથી વધુ 9.50 ટકા વ્યાજ, 501 દિવસ માટે કરો રોકાણ

Highest Interest On FD: દેશની ખાનગી અને સરકારી બેન્કોએ તેમની ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓના વ્યાજ દરોમાં વધારો કરીને ગ્રાહકોને આકર્ષવાના પ્રયાસ શરુ કર્યા છે. કેટલીક બેન્કો એવી છે જે ફિક્સ્ડ ડિપોઝિટ પર 9 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

આ પ્રાઈવેટ બેન્ક FD પર આપી રહી છે સૌથી વધુ 9.50 ટકા વ્યાજ, 501 દિવસ માટે કરો રોકાણ

Highest Interest On FD: છેલ્લા કેટલાક મહિનામાં બેન્કોએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ કારણે બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટનો સરેરાશ વ્યાજ દર 5.5 ટકાથી વધીને 7 ટકા થયો છે. તેની પાછળનું કારણ રેપો રેટમાં વધારો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં ફેબ્રુઆરી માસમાં વધારો કર્યો હતો. તેના કારણે દેશની ખાનગી અને સરકારી બેન્કોએ તેમની ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓના વ્યાજ દરોમાં વધારો કરીને ગ્રાહકોને આકર્ષવાના પ્રયાસ શરુ કર્યા છે. કેટલીક બેન્કો એવી છે જે ફિક્સ્ડ ડિપોઝિટ પર 9 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

fallbacks

આ પણ વાંચો: 

1 એપ્રિલથી Online Game રમવી પડશે મોંઘી, આ નિયમ લાગુ થવાથી ખિસ્સા પર ફરશે કાતર

દુનિયાના ટોપ-10 અમીરોમાં મુકેશ અંબાણી એકમાત્ર ભારતીય, ગૌતમ અદાણી લિસ્ટમાંથી ગબડી ગયા

રેલ્વેની મોટી ભેટ, ટિકિટ લીધા વિના પણ ટ્રેનમાં થશે મુસાફરી

યુનિટી સ્મોલ ફાઇનાન્સ પણ એક એવી બેન્ક છે, જે સામાન્ય થાપણદારોને FD પર 9% સુધીનું વ્યાજ ઓફર કરે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને બેન્ક FD પર 50 બેસિસ પોઈન્ટ વધારાનું વ્યાજ આપી રહી છે. એટલે કે યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્ક તેની FD પર 9.50 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્કની વેબસાઇટ પર આ માહિતી ઉપલબ્ધ છે. તેમાં જણાવ્યા અનુસાર આ ખાનગી બેન્ક 181 થી 201 દિવસની FD પર 8.75 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે. આ સિવાય બેન્ક 501 દિવસની FD પર 8.75 ટકા અને 1001 દિવસની FD પર 9 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.

અન્ય બેન્કોની જેમ યુનિટી સ્મોલ ફાઈનાન્સ બેન્ક પણ વરિષ્ઠ નાગરિકોની ફિક્સ્ડ ડિપોઝિટ પર વધારાના 50 બેસિસ પોઈન્ટ વ્યાજ દર ઓફર કરી રહી છે. એટલે કે જો કોઈ વરિષ્ઠ નાગરિક યુનિટી સ્મોલ ફાઈનાન્સ બેન્કની FDમાં રોકાણ કરે છે તો તેને વાર્ષિક 9.25 ટકાના દરે વ્યાજ મળશે. જ્યારે 1001 દિવસની એફડીમાં રોકાણ કરવા પર 9.50 ટકાના દરે વ્યાજ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More