Home> Business
Advertisement
Prev
Next

Business idea: દર મહિને તગડી કમાણી કરાવે છે આ બિઝનેસ, ધોનીની જેમ તમે પણ થઈ શકો છો માલામાલ

જો તમે કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારે અનેક વાતોનો ખ્યાલ રાખવો જરૂરી છે. 8થી 9 કલાક સુધી ઓફિસમાં કામ કરવામાંથી આઝાદી મેળવવા માટે લોકો અનેકવાર બિઝનેસમાં હાથ અજમાવવા માંગે છે પરંતુ આ કામ એટલું પણ સરળ નથી. આ માટે કોઈ  બિઝનેસ શરૂ કરતા પહેલા તમારે તેના વિશે સારી પેઠે માહિતી ભેગી કરવી જરૂરી રહે છે. આવામાં અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવીએ છીએ કે જે તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. 

Business idea: દર મહિને તગડી કમાણી કરાવે છે આ બિઝનેસ, ધોનીની જેમ તમે પણ થઈ શકો છો માલામાલ

નવી દિલ્હી: જો તમે કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારે અનેક વાતોનો ખ્યાલ રાખવો જરૂરી છે. 8થી 9 કલાક સુધી ઓફિસમાં કામ કરવામાંથી આઝાદી મેળવવા માટે લોકો અનેકવાર બિઝનેસમાં હાથ અજમાવવા માંગે છે પરંતુ આ કામ એટલું પણ સરળ નથી. આ માટે કોઈ  બિઝનેસ શરૂ કરતા પહેલા તમારે તેના વિશે સારી પેઠે માહિતી ભેગી કરવી જરૂરી રહે છે. આવામાં અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવીએ છીએ કે જે તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. 

fallbacks

કડકનાથનો બિઝનેસ ફાયદાનો સોદો
ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના ઝાબુઆ ડિસ્ટ્રિક્ટમાં મળી આવતા કડકનાથ ચિકનની નસ્લની માગણી ઝડપથી વધી રહી છે. તેલંગણા, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કેરળ રાજ્યમાં કડકનાથ ચિકન સંલગ્ન અનેક પોલ્ટ્રી ફાર્મ છે અને આ રાજ્યમાં આ ચિકનની ખુબ માગણી પણ છે. ધીરે ધીરે કડકનાથ મરઘાની ડિમાન્ડ દેશના અન્ય રાજ્યોમાં પણ વધી રહી છે. 

fallbacks

કડકનાથ ચિકન ફાર્મિંગથી નફો પાક્કો
કડકનાથ ચિકન ફાર્મિંગ બિઝનેસમાં નફો થવાની ગેરંટી છે. કડનાથ મરઘામાં ભરપૂર માત્રામાં લોહતત્વ, કેલ્શિયમ, વિટામીન બી અને વિટામીન સી મળી આવે છે. આ જ કારણ છે કે તેની માગણી વધી રહી છે. હાલના સમયમાં દેશમાં મર્યાદિત સંખ્યામાં કડકનાથ ચિકનનું પોલ્ટ્રી ફાર્મ જોવા મળે છે. આવામાં હાલ તેમાં પૈસા રોકનારાઓના આવનારા સમયમાં ફાયદો થવો નિશ્ચિત છે. 

fallbacks

કડકનાથ ઉછેરમાં સરકાર કરે છે મદદ
કડકનાથ મરઘા ઉછેરને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. ખાસ કરીને છત્તીસગઢ સરકાર ફક્ત 53,000 રૂપિયા જમા કરવા પર ત્રણ હપ્તામાં 1000 પિલ્લા, 30 મરઘીના શેડ અને છ મહિના સુધી મફત દાણાપાણી ઉપલબ્ધ કરાવે છે. ત્યારબાદ મરઘાને માર્કેટમાં વેચવા સુધીની સંપૂર્ણ દેખભાળ પણ કરવામાં આવે છે. કડકનાથ મરઘાના પિલ્લા નો રેટ 70-100 રૂપિયા વચ્ચે છે. જ્યારે તેનું માંસ 1000 રૂપિયે કિલો સુધી વેચાય છે. 

ધોની પણ કરે છે કડકનાથ મરઘા ઉછેરનો વ્યવસાય
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ પોતાના ફાર્મ હાઉસમાં કડકનાથ મરઘા ઉછેરનું કામ કરે છે. એવો અંદાજ છે કે ધોનીને આ બિઝનેસે ખુબ ફાયદો પહોંચાડ્યો છે. પોતાના રાંચી સ્થિત ફાર્મ હાઉસમાં તેનું ફાર્મિંગ કરે છે. ધોનીએ ફાર્મ હાઉસમાં ડેરી ફાર્મિંગ માટે સાહીવાલ નસ્લની ગાયો પણ રાખી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More