Home> Business
Advertisement
Prev
Next

Amazon ને ભૂલી જશો તમે! ભારત સરકાર લાવી રહી છે મેડ-ઇન-ઇન્ડીયા ઇ-કોમર્સ પ્લેટફોર્મ

આજના જમાનામાં મોટાભાગનું કામ ઓનલાઇન થાય છે, જેમાં શોપિંગ પણ સામેલ છે. ઓનલાઇન શોપિંગ માટે ભારતમાં ઘણા બધા પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. જેનો લોકો ઉપયોગ કરે છે. લોકપ્રિય પ્લેટફોર્મ્સનું નામ લઇએ તો અમેઝોન જેવા નામ મનમાં આવે છે.

Amazon ને ભૂલી જશો તમે! ભારત સરકાર લાવી રહી છે મેડ-ઇન-ઇન્ડીયા ઇ-કોમર્સ પ્લેટફોર્મ

Indian e-commerce website launching against Amazon: આજના જમાનામાં મોટાભાગનું કામ ઓનલાઇન થાય છે, જેમાં શોપિંગ પણ સામેલ છે. ઓનલાઇન શોપિંગ માટે ભારતમાં ઘણા બધા પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. જેનો લોકો ઉપયોગ કરે છે. લોકપ્રિય પ્લેટફોર્મ્સનું નામ લઇએ તો અમેઝોન જેવા નામ મનમાં આવે છે. પરંતુ એક ભારતીય સરકારે નિર્ણય કર્યો છે કે તે જલદી એક ઇ-કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરવા જઇ રહી છે જે દેશમાં અમેઝોન-વોલમાર્ટના દબદબાને ઓછો કરી દેશે. 

fallbacks

તમને જણાવી દઇએ કે ભારતીય સરકાર ટૂંક સમયમાં એક નવું પ્લેટફોર્મ, ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ-ઓએનડીસી લોન્ચ કરવા જઇ રહી છે. સરકારનો ઉદેશ્ય છે કે ભારતના વિક્રેતા અનેઝોન અને વોલમાર્ટ જેવા વિદેશી પ્લેટફોર્મને બદલે ભારતીય પ્લેટફોર્મને પ્રાથમિકતા આપે. 

સરકારે તમારા ખાતામાં પણ મોકલ્યા 2.67 લાખ રૂપિયા? મેસેજ આવ્યો છે તો જાણી લો સચ્ચાઇ

ONDC દ્રારા સરકાર એક એવું પેલ્ટફોર્મ તૈયાર કરવા માંગે છે જેનાથી ઇલેક્ટ્રિક નેટવર્કના માધ્યમથી સામાન અને સેવાઓનું એક્સચેંજ થઇ શકે. જોકે થોડા સમય પહેલાં અમેઝોન અને વોલમાર્ટના ફ્લિપકાર્ટના કેટલાક ભારતીય સેલર્સ વિરૂદ્ધ એક 'એન્ટી-ટ્રસ્ટ' રેડ કરવામાં આવી હતી. તેના લીધે સરકારે ભારતનું પોતાનું પ્લેટફોર્મ લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. 

સ્થાનીક ભાષાઓને પણ આ પ્લેટફોર્મનો ભાગ બનાવવામાં આવશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, આઇસીઆઇસીઆઇ બેંક અને બેંક ઓફ બરોડાએ કુલ મળીને 2.55 બિલિયન રૂપિયાના કુલ રોકાણ માટે પરવાનગી પણ આપી દીધી છે. 

એક અધિકારીનું માની તો ONDC ને હાલ દેશમાં પાંચ શહેરો, દિલ્હી એનસીઆર, બેંગલુરૂ, ભોપાલ, શિલોન્ગ અને કોયમ્બતૂરમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં તેને બાકી દેશોમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રોયર્ટ્સના રિપોર્ટ અનુસાર આ પ્લેટફોર્મ પર લગભગ 30 મિલિયન સેલર્સ અને 10 મિલિયન મર્ચન્ટ્સ હશે. સરકારનો પ્લાન છે કે ઓગસ્ટ 2022 સુધી તેમનું આ પ્લેટફોર્મ દેશના ઓછામાં ઓછા 100 શહેરોને પોતાની સાથે જોડી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More