Home> Business
Advertisement
Prev
Next

ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો આ PSU Stock,1 વર્ષમાં પૈસા ડબલ, આગામી 3 મહિનામાં આવશે તોફાની તેજી

PSU Stocks to BUY: ગેલ ઈન્ડિયા દેશની સૌથી મોટી નેચરલ ગેસ કંપની છે. પરિણામ બાદ શેરમાં તેજી છે અને તે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. શોર્ટ ટર્મનો ટ્રેન્ડ પોઝિટિવ છે અને તેમાં ખરીદીની સલાહ છે.

ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો આ PSU Stock,1 વર્ષમાં પૈસા ડબલ, આગામી 3 મહિનામાં આવશે તોફાની તેજી

PSU Stocks to BUY: દેશની સૌથી મોટી નેચરલ ગેસ કંપની GAIL ના શેરમાં પરિણામ બાદ જોરદાર તેજી જોવા મળી રહી છે. આ શેર ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયો છે. આજે તે 241 રૂપિયા પર બંધ થયો છે. ઓવરઓલ ઓયલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં તેજી છે અને અહીં બ્રેકઆઉટ મળ્યું છે. તેવામાં આ બાસ્કેટની દરેક કંપનીઓમાં શોર્ટ ટર્મનો ટ્રેન્ડ પોઝિટિવ છે. બ્રોકરેજે આ ઓયલ પીએસયુ સ્ટોકમાં આગામી 3 મહિનાની દ્રષ્ટિએ ખરીદીની સલાહ આપી છે.

fallbacks

GAIL Share Price Target
ICICI ડાયરેક્ટે આગામી 3 મહિનાની દ્રષ્ટિએ ગેલ ઈન્ડિયાના શેરમાં ખરીદીની સલાહ આપી છે. આ સ્ટોકને 236-244 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ આપી છે. આગામી ત્રણ મહિનાની દ્રષ્ટિએ 278 રૂપિયાનો ટાર્ગેટ અને 224 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. બ્રોકરેજે કહ્યું કે ગેલ ઈન્ડિયાના શેરમાં 8 સપ્તાહની બુલિશ ફ્લેટ પેટર્નનું બ્રેકઆઉટ મળ્યું છે. 

આ પણ વાંચો- દેશની એકમાત્ર જગ્યા, જ્યાં ટામેટાના ભાવમાં મળે છે બદામ, 100 રૂપિયામાં બેગ ભરાઈ જશે

GAIL માં સ્ટ્રક્ચર અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે
GAIL ના શેરમાં સ્ટ્રક્ચરલ અપટ્રેન્ડ છે જે આ તેજીને બનાવી રાખશે. ડિસેમ્બર 2023થી સતત ગેલ ઈન્ડિયાના શેર 50 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર કારોબાર કરી રહ્યો છે. આ દરમિયાન સ્ટોકે ઈન્પોર્ટન્ટ સપોર્ટની ઉપર ઘણીવાર બાઉન્સ કર્યું છે. તેવામાં ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ જોવા મળી રહ્યું છે. અહીં શોર્ટ ટર્મ ઈન્વેસ્ટરો માટે તક બનતી જોવા મળી રહી છે. 

ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More