ઝી ન્યૂઝ/નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરા વચ્ચેના અફેર અને લગ્નની અફવાઓ આ દિવસોમાં ચર્ચામાં છે. બંનેને ઘણી વખત સાથે જોવામાં આવ્યા હતા, ત્યારબાદ મીડિયાએ એવી વાતો શરૂ કરી હતી કે એપ્રિલના પહેલા અઠવાડિયામાં બંને લગ્ન કરી શકે છે. જો કે, બંને તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.
ગોઝારો સોમવાર! પાટણ-મહેસાણામાં બે મોટી દુર્ઘટના;કુલ 6 લોકોના મોતથી આંક્રદભર્યો માહોલ
લગ્નના સમાચારો વચ્ચે લોકોમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. બંનેની નેટવર્થ અને પ્રોપર્ટી વિશે વાત થઈ રહી છે. AAP નેતા રાઘવ ચઢ્ઢા રાજ્યસભાના સભ્ય છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે. ચાલો જોઈએ કે પ્રોપર્ટીના મામલે કોણ કોના પર ભારે છે.
ગુજરાતમાં હરતો-ફરતો કોરોના! આજે પોઝિટિવ કેસમાં ઘટાડો, પણ અમદાવાદીઓ માટે ખતરો!
રાઘવ ચઢ્ઢા પાસે કેટલી સંપત્તિ છે?
રાઘવ ચઢ્ઢાએ ખૂબ જ નાની ઉંમરે રાજનીતિમાં મોટી સફળતા મેળવી હતી. રાજ્યસભા સાંસદ પહેલા તેઓ દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. AAP નેતા રાઘવ ચઢ્ઢાની કુલ સંપત્તિની વાત કરીએ તો, ચૂંટણી નોમિનેશનમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, રાઘવ પાસે લગભગ 37 લાખની સંપત્તિ છે. તેમની પાસે કુલ 36,99,471 રૂપિયાની જંગમ સંપત્તિ છે. તેમની પાસે માત્ર 30,000 રૂપિયા રોકડા છે. તેમની પાસે લગભગ 90 ગ્રામ સોનું છે, જેની કિંમત લગભગ 4 લાખ 95 હજાર હતી. તેમના નામે ન તો કોઈ મકાન છે કે ન તો કોઈ જમીન.
જંક ફૂડ કે કસરત ન કરવાથી નહીં, પરંતુ આ કારણે વધી ગયું અનંત અંબાણીનું વજન, ખાસ જાણો
પરિણીતી કમાણીના મામલામાં ઘણી આગળ છે
પરિણીતી ચોપરા કમાણી અને સંપત્તિના મામલે રાઘવ ચઢ્ઢા કરતા ઘણી આગળ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિણીતી દર મહિને 40 લાખ રૂપિયાથી વધુ કમાય છે. તેમની પાસે લગભગ 60 કરોડની સંપત્તિ છે. પરિણીતી એક ફિલ્મ માટે 5 કરોડ રૂપિયાથી વધુ ફી લે છે.
આ સરકારી યોજનામાં રોકાણની સારી તક, 115 મહિનામાં ડબલ થઈ જશે તમારા પૈસા
માત્ર સંપત્તિ જ નહીં, કારના મામલે પણ પરિણીતી રાઘવ ચઢ્ઢા કરતાં ઘણી આગળ છે. કાર કલેક્શનની વાત કરીએ તો પરિણીતી પાસે લક્ઝરી કારનું કલેક્શન છે. રાઘવ પાસે માત્ર એક મારુતિ સ્વિફ્ટ ડીઝાયર કાર છે, જ્યારે પરિણીતી પાસે મોંઘી કારોનું કલેક્શન છે. પરિણીતીના કાર કલેક્શનમાં Audi, Q5, Audi A6, Jaguar XJL જેવી લક્ઝરી કારનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે