નવી દિલ્હી: રેલવે મંત્રી પીયૂષ ગોયલ (Rail Minister Piyush Goyal)એ જનતાને ભાવુક અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે લોકો શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં બહુ જરૂરી હોય તો જ મુસાફરી કરે. આ સાથે જ તેમણે લોકોને તેમની સુરક્ષાનું પણ આશ્વાસન આપ્યું છે.
પીયૂષ ગોયલે એક ટ્વીટમાં લખ્યું કે, "મારી તમામ નાગરિકોને અપીલ છે કે ગંભીર રોગથી પીડાતા, ગર્ભવતી મહિલાઓ, 65 વર્ષથી ઉપરના અને 10 વર્ષથી ઓછી ઉંમરના લોકો શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં ખુબ જરૂરી હોય તો જ મુસાફરી કરે. રેલવે પરિવાર મુસાફરોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે."
मेरी सभी नागरिकों से अपील है कि गंभीर रोग से ग्रस्त, गर्भवती महिलाएं, व 65 से अधिक व 10 वर्ष से कम आयु के व्यक्ति श्रमिक स्पेशल ट्रेनों में बहुत आवश्यक होने पर ही यात्रा करें।
रेल परिवार यात्रियों की सुरक्षा के लिए प्रतिबद्ध है। #SafeRailways
📖 https://t.co/eKsLpqtAW9 pic.twitter.com/p4MZzlIs4q
— Piyush Goyal (@PiyushGoyal) May 29, 2020
આ સાથે જ તેમણે એક પ્રેસ રિલીઝ પણ બહાર પાડી છે જેમાં લખ્યું છે કે, 'ભારતીય રેલવે પ્રતિદિન અનેક શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહ્યું છે જેથી કરીને પ્રવાસીઓની ઘરવાપસી સુનિશ્ચિત થઈ શકે. એ પણ જોવામાં આવી રહ્યું છે કે કેટલાક એવા લોકો પણ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યાં છે કે જેઓ પહેલેથી જ એવી બીમારીઓથી પીડિત છે કે જેના કારણે કોવિડ-19 મહામારી દરમિયાન સ્વાસ્થ્યનું જોખમ વધી જાય છે. મુસાફરી દરમિયાન પહેલેથી બીમારીથી પીડાતા લોકોના મૃત્યુ થવાના કેટલાક દુર્ભાગ્યપૂર્ણ કેસ પણ જોવા મળ્યા છે.'
પ્રેસ રિલીઝ મુજબ એવા કેટલાક લોકોની સુરક્ષા હેતુ રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલયના આદેશ નંબર 40-3/2020-DM-l(A) તારીખ 17-5-2020 મુજબ અપીલ કરે છે કે પહેલેથી બીમારીથી પીડાતા (જેમ કે હાઈ પ્રેશર, ડાયાબિટિસ, હ્રદયરોગ, કેન્સર, ઓછી રોગ પ્રતિકારકશક્તિ) લોકો, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી ઉપરના વડીલો પોતાના સ્વાસ્થ્યની સુરક્ષા માટે જ્યાં સુધી ખુબ જ જરૂરી ન હોય ત્યાં સુધી રેલવે મુસાફરી કરવાથી બચે.
પ્રેસ રિલીઝમાં આગળ કહેવામાં આવ્યું છે કે અમે સમજી શકીએ છીએ કે દેશમાં અનેક નાગરિકો હાલ રેલવે મુસાફરી કરવા માંગે છે. તથા તેમને નિર્વિધ્ન રીતે રેલવે સેવા મળતી રહે તે હેતુથી ભારતીય રેલવેનો પરિવાર ચોવીસ કલાક, સાતે દિવસ કામ કરી રહ્યો છે. પણ આપણા મુસાફરોની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે અને તેના માટે તમામ દેશવાસીઓનો સહયોગ અપેક્ષિત છે. કોઈ પણ મુશ્કેલી કે ઈમરજન્સી પડે તો કૃપા કરીને તમે રેલવે પરિવારનો સંપર્ક કરવામાં જરાય ખચકાતા નહીં. ભારતીય રેલવે તમારી સેવામાં હંમેશા તત્પર છે (હેલ્પલાઈન નંબર- 139 & 138).
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે