Home> Business
Advertisement
Prev
Next

35 પૈસાથી વધી 37 રૂપિયા પર પહોંચ્યો આ શેર, 1 લાખનું રોકાણ કરી ઈન્વેસ્ટરો બે વર્ષમાં બની ગયા કરોડપતિ

શેર બજારમાં ઘણી મલ્ટીબેગર કંપનીઓ છે, જેણે પોતાના ઈન્વેસ્ટરોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. રાજ રેયોન ઈન્ડસ્ટ્રિઝ પણ તેમાંથી એક છે. આ પેની સ્ટોકે રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે. 

35 પૈસાથી વધી 37 રૂપિયા પર પહોંચ્યો આ શેર, 1 લાખનું રોકાણ કરી ઈન્વેસ્ટરો બે વર્ષમાં બની ગયા કરોડપતિ

Multibagger Stock: રાજ રેયોન ઈન્ડસ્ટ્રિઝ (Raj Rayon Industries Ltd) ભારતના તે મલ્ટીબેગર સ્ટોકમાંથી છે જે ઈન્વેસ્ટરોને દમદાર રિટર્ન આપે છે. આ સ્મોલ-કેપ પેની સ્ટોક છેલ્લા એક વર્ષમાં મલ્ટીબેગર સ્ટોક બની ગયો છે, કારણ કે આ દરમિયાન તેણે 101.90 ટકાનું રિટર્ન આપ્યું છે. નોંધનીય છે કે બે વર્ષમાં આ શેરમાં આશરે 10471.43 ટકાનો વધારો થયો છે. આ દરમિયાન તેની કિંમત 35 પૈસાથી વધી 37 રૂપિયા પર આવી ગઈ છે. નોંધનીય છે કે રાજ રેયોન ઈન્ડસ્ટ્રિઝના શેર શુક્રવારે 37 રૂપિયા પર બંધ થયા હતા. 

fallbacks

1 લાખ રૂપિયાના બની ગયા 1 કરોડ રૂપિયા
આ મલ્ટીબેગર પેની સ્ટોક છેલ્લા એક મહિનાથી બેસ બિલ્ડિંગ મોડમાં છે અને આ દરમિયાન તેમાં આશરે 11.23 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ યર બાદ યર (YTD) સમયમાં મલ્ટીબેગર સ્ટોકમાં સામાન્ય તેજી આવી છે. છેલ્લા એક વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોક 18 રૂપિયાથી વધુ 37.15 રૂપિયા પ્રતિ શેરના સ્તરે પહોંચી ગયો છે, આ દરમિયાન તેમાં લગભગ 100 ટકાથી વધુનો વધારો થયો છે. 

આ પણ વાંચોઃ ફાયદા માટે સસ્તામાં ગોલ્ડમાં કરવું છે રોકાણ? જ્વેલરીથી અલગ છે આ બેસ્ટ ઓપ્શન

આ રીતે છેલ્લા બે વર્ષમાં આ પેની સ્ટોક 35 પૈસાથી 37 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો છે. આ દરમિયાન તેમાં 10471.43 ટકાનો વધારો થયો છે. એટલે કે બે વર્ષમાં એક લાખ રૂપિયાનું રોકાણ કરનાર ઈન્વેસ્ટરોને આ સ્ટોકે 1 કરોડ રૂપિયા કરતા વધુનું રિટર્ન આપ્યું છે. 

ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમ અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More