Home> Business
Advertisement
Prev
Next

Ratan Tata Successor: કોણ હશે ટાટાનું આગામી 'રતન'? 3800 કરોડના સામ્રાજ્યનું કોણ બનશે વારસ, આ 3 નામ સૌથી આગળ

Ratan Tata Successor: નોએલ ટાટા, રતન ટાટાના પિતા નવલ ટાટાની બીજા પત્ની સિમોનના સંતાન છે. પરિવારનો એક ભાગ હોવાને કારણે ઉત્તરાધિકારીઓમાં નોએલ ટાટાનું નામ ઘણું લેવામાં આવે છે.

Ratan Tata Successor: કોણ હશે ટાટાનું આગામી 'રતન'? 3800 કરોડના સામ્રાજ્યનું કોણ બનશે વારસ, આ 3 નામ સૌથી આગળ

Ratan Tata Successor: ભારત જ નહીં પરંતુ વિશ્વના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા હવે આપણી વચ્ચે રહ્યા નથી. બુધવારે રાત્રે 86 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ટાટા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. રતન ટાટાના નિધનથી સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છે. તેમના ચાહકો આજે તેમને ખૂબ મિસ કરી રહ્યા છે. પરંતુ આ બધા સવાલો વચ્ચે લોકોના મનમાં એક સવાલ છે કે રતન ટાટાના આગામી ઉત્તરાધિકારી કોણ હશે? 3800 કરોડની સંપત્તિનો વારસો કોને મળશે?

fallbacks

નવરાત્રિમાં વિલન બન્યો વરસાદ, આજે આઠમા નોરતે અડધા ગુજરાતમાં તૂટી પડશે, આવી છે આગાહી

કોણ હશે વારસદાર!
આપણે બધા જાણીએ છીએ કે રતન ટાટાએ કોઈ લગ્ન કર્યા નહોતા. જેથી તેમને કોઈ સંતાન પણ નથી. એવામાં રતન ટાટાની સંપત્તિના વારસદાર કોણ હશે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. હાલમાં સંભવિત અનુગામીઓમાં રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાનું નામ ટોચ પર છે. નોએલ ટાટાનો જન્મ રતન ટાટાના પિતા નવલ ટાટાની બીજી પત્ની સિમોનથી થયો હતો. પરિવારનો એક ભાગ હોવાને કારણે ઉત્તરાધિકારીઓમાં નોએલ ટાટાનું નામ ઘણું લેવામાં આવે છે. નોએલ ટાટાને ત્રણ સંતાનો છે. માયા ટાટા, નેવિલ ટાટા અને લિયા ટાટા છે. રતન ટાટાની મિલકતના સંભવિત વારસદારોમાં આ પણ છે.

એક નહીં 4-4 વાર પ્રેમ થયો છતાં પણ કેમ કુંવારા રહ્યા ઉદ્યોગ જગતના બાદશાહ રતન ટાટા

શું કરે છે નોએલ ટાટાના બાળકો?
નોએલ ટાટાના ત્રણેય સંતાનો હાલમાં ટાટા ગ્રુપમાં જુદી જુદી જવાબદારીઓ સંભાળી રહ્યા છે. 34 વર્ષીય માયા ટાટાએ ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને ટાટા ડિજિટલમાં ભૂમિકાઓ સંભાળી છે. ટાટાની નવી એપ લોન્ચ કરવામાં તેમનો ઘણો ફાળો હતો. 32 વર્ષીય નેવિલ ટાટા ટ્રેન્ટ લિમિટેડમાં પ્રમુખ હાઈપરમાર્કેટ ચેન સ્ટાર બજારને લીડ કરી રહ્યા છે. જ્યારે, 39 વર્ષીય લિયા ટાટા ટાટા ગ્રુપના હોસ્પિટાલિટી સેક્ટરનું ધ્યાન રાખે છે. તે તાજ હોટેલ્સ રિસોર્ટ્સ અને પેલેસ સંભાળે છે. તે ઈન્ડિયન હોટેલ કંપનીની દેખરેખ પણ કરે છે.

દૈનિક રાશિફળ 10 ઓક્ટોબર: આ રાશિના જાતકોને આજે શારીરિક સમસ્યા નડશે! જાણો આજનું રાશિફળ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More