Ratan TATA: દેશના દિગ્ગજ કારોબારી રતન ટાટાનું આશરે 4 મહિના પહેલા નિધન થયું હતું. ત્યારબાદ રતન ટાટાની વસીયતને લઈને ખુબ ચર્ચા થઈ રહી છે. તાજેતરના દિવસોમાં રતન ટાટાની વસિયત ખોલવામાં આવી છે, જેમાં ઘણા ખુલાસા થયા છે. હવે રતન ટાટાની વસિયતમાં એક એવા વ્યક્તિનું નામ પણ સામેલ છે, જેના વિશે ખુબ ઓછા લોકોને ખબર છે. રતન ટાટાએ પોતાની વસિયસમાં આ વ્યક્તિના નામ પર 500 કરોડની સંપત્તિ નામે કરી છે. આવો જાણીએ આ વ્યક્તિ કોણ છે.
આ વ્યક્તિના નામે રતન ટાટાએ કર્યા 500 કરોડ
રતન ટાટાએ પોતાની વસિયતમાં પોતાની 500 કરોડની સંપત્તિ મોહિની મોહન દત્તાના નામે કરી છે. મોહિની મોહન દત્તા વિશે ખુબ ઓછા લોકો જાણે છે. મોહિની મોહન દત્તા જમશેદપુરના રહેતા ટ્રાવેલ સેક્ટરના બિઝનેસમેન છે. દત્તાનો પરિવાર સ્ટેલિયન નામની એક ટ્રાવેલ એજન્સી ચલાવતો હતો. વર્ષ 2013માં આ એજન્સીનો વિલય તાજ સર્વિસેઝમાં થઈ ગયો હતો. ત્યારબાદ સ્ટેલિયનમાં દત્તા પરિવારની 80 ટકા ભાગીદારી હતી. તો બાકી 20 ટકા ભાગીદારી ટાટા ઈન્ડસ્ટ્રી પાસે હતી. મોહિની દત્તા ટીવી ટ્રાવેલ સર્વિસેઝના ડાયરેક્ટર રહ્યાં છે.
આ પણ વાંચોઃ 50 લાખની હોમ લોન પર મહિને 788 રૂની બચત, જાણો 20 અને 30 લાખની લોન પર કેટલી થશે બચત?
રતન ટાટાના જૂના સહયોગી હતી મોહિની મોહન દત્તા
રતન ટાટાના નજીકના લોકોનું કહેવું છે કે દત્તા તેમના જૂના સાથી હતા. સાથે ટાટા પરિવારના નજીકના હતા. તમને જણાવી દઈએ કે દત્તાની એક પુત્રીએ 2024 સુધી 9 વર્ષ ટાટા ટ્રસ્ટમાં કામ કર્યું હતું. આ પહેલા તે તાજ હોટલ્સમાં કામ કરતી હતી. ઓક્ટોબર 2024મા રતન ટાટાના અંતિમ સંસ્કારમાં મીડિયામાં દત્તાના હવાલાથી કહેવામાં આવ્યું કે તે રતન ટાટાને પ્રથમવાર જમશેદપુરની ડીલર્સ હોસ્ટેલમાં મળ્યા હતા. ત્યારે રતન ટાટા 24 વર્ષના હતા. દત્તાએ દાવો કર્યો કે તે 60 વર્ષથી એકબીજાને ઓળખતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે