Home> Business
Advertisement
Prev
Next

લાંબા સમય બાદ RBI એ આપી ભેટ, રેપો રેટમાં થયો ઘટાડો, સસ્તી થશે હોમ અને ઓટો લોન

હોમ અને ઓટો લોનની ઇએમઆઇ ચૂકવનારા ગ્રાહકોને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મોટી ભેટ આપી છે. આરબીઆઇના વ્યાજદરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. તેનાથી હોમ અને ઓટો લોનની EMI ઘટાડો આવશે. લાંબા સમય બાદ રિઝર્વ બેંકે વ્યાજદરોમાં ઘટાડાની જાહેરાત કરી છે. 

લાંબા સમય બાદ RBI એ આપી ભેટ, રેપો રેટમાં થયો ઘટાડો, સસ્તી થશે હોમ અને ઓટો લોન

મનીષ કુમાર મિશ્ર: હોમ અને ઓટો લોનની ઇએમઆઇ ચૂકવનારા ગ્રાહકોને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મોટી ભેટ આપી છે. આરબીઆઇના વ્યાજદરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. તેનાથી હોમ અને ઓટો લોનની EMI ઘટાડો આવશે. લાંબા સમય બાદ રિઝર્વ બેંકે વ્યાજદરોમાં ઘટાડાની જાહેરાત કરી છે. રેપો રેટને 6.50 ટાથી ઘટાડીને 6.26 ટકા કરવામાં આવ્યો છે. એટલે કે તેનાથી 25 પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.  

fallbacks

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો, જાણો તમારા શહેરમાં શું છે કિંમત

તમને જણાવી દઇએ કે આરબીઆઇનો રેપો રેટ અત્યારે 6.50 ટકા છે, જે ઘટીને 6.25 ટકાના સ્તરે પહોંચી ગયો છે. ગત ત્રણ મોનિટરી પોલિસીમાં આરબીઆઇએ નીતિગત દરને અપરિવર્તિત રાખ્યો હતો. તે પહેલાં આરબીઆઇએ 1 ઓગસ્ટ 2018ના રોજ રેપો રેટ 0.25 ટકા વધારીને 6.50 ટકા કરી દીધો હતો. આ ઘટાડા બાદ રિવર્સ રેપો રેટ 0.25 ટકા ઘટીને 6.25 ટકાથી 6 ટકા થઇ ગયો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થિરતા અને ડોલરના મુકાબલે રૂપિયામાં સ્થિરતાના લીધે મોંઘવારી દરમાં ઘટાડો થતાં મોનેટરી પોલિસીમાં નીતિગત દરોને ઘટાડવાની આશા હતી.

તમને જણાવી દઇએ કે એસબીઆઇ ઇકોરેપે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે આરબીઆઇ પોતાના વલણમાં ફેરફાર કરી શકે છે. દરોમાં વધારાની સંભાવના ઓછી છે. એસબીઆઇ ઇકોરેપે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે 7 ફેબ્રુઆરીએ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરશે તો આશ્વર્યની વાત નથી. 

ચૂંટણી પહેલાં ઘર ખરીદનારાઓને મોટી રાહત આપી શકે છે મોદી સરકાર, જાણો શું છે પ્લાનિંગ

શું હોય છે રેપો રેટ?
રેપો રેટ તે દર હોય છે, જેના પર આરબીઆઇ બેંકોને લોન આપે છે. જોકે જ્યારે પણ બેંકો પાસે ફંડની ખોટ હોય છે, તો તે તેની ભરપાઇ કરવા માટે કેંદ્વીય બેંક એટલે કે આરબીઆઇ પાસે પૈસા લે છે. આરબીઆઇ દ્વારા આપવામાં આવતી આ લોન એક ફિક્સ્ડ રેટ પર મળે છે. આ રેટ રેપો રેટ કહે છે. તેને ભારતીય રિઝર્વ બેંક દર ત્રિમાસિકના આધાર પર નક્કી કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More