Home> Business
Advertisement
Prev
Next

RBI એ વ્યાજ દરમાં ન કર્યો ફેરફાર, રેપો રેટ 5.15 ટકા પર યથાવત

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ ગુરૂવારે પોતાની ક્રેડિટ પોલિસી જાહેર કરી છે. તેમાં આરબીઆઇની મૌદ્વિક નીતિની સમીક્ષામાં રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આરબીઆઇએ વ્યાજદર 5.15 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત રિવર્સ રેપો રેટમાં કોઇ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી.

RBI એ વ્યાજ દરમાં ન કર્યો ફેરફાર, રેપો રેટ 5.15 ટકા પર યથાવત

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ ગુરૂવારે પોતાની ક્રેડિટ પોલિસી જાહેર કરી છે. તેમાં આરબીઆઇની મૌદ્વિક નીતિની સમીક્ષામાં રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આરબીઆઇએ વ્યાજ દર 5.15 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત રિવર્સ રેપો રેટમાં કોઇ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેનાથી સસ્તી લોનમાં આંચકો લાગ્યો છે. આરબીઆઇનું કહેવું છે મોનેટરી પોલિસી કમિટી (MPC)ના તમામ સબ્યો વ્યાજ દરમાં ઘટાડાના પક્ષમાં ન હતા એટલા મટે કોઇ ફેરફાર કરવામાં નથી. 

fallbacks

તમને જણાવી દઇએ કે આ પહેલાં ઓક્ટોબર મહિનામાં આરબીઆઇએ વ્યાજદરમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આરબીઆઇએ સતત પાંચમી વાર વ્યાજ દરમાં ઘટાડો કરતાં તેને 5.15 ટકા કરી દીધો હતો. જોકે આરબીઆઇએ દેશની અર્થવ્યવસ્થામાં સુસ્તીના સંકેત આપતાં ફરી નાણાકીય વર્ષ 2019-20 માટે ભારતના આર્થિક વિકાસ દર અનુમાનને 6.9 ટકાથી ઘટાડીને 6.1 ટકા કરી દેવામાં આવ્યો છે. 

ઓક્ટોબરમાં રિવર્સ રેપો રેટ ઘટાડીને 4.90 ટકા કરી દેવામાં આવ્યો છે. જેથી તેના વિશે પણ મોનેટરી પોલિસી કમિટીને યથાવત રાખી છે. આરબીઆઇએ માર્જિનલ સ્ટેન્ડીંગ ફેસિલિટી (એમએસએફ) રેટ અને બેન્ક રેટ 5.40 ટકા કરી દેવામાં આવ્યો હતો. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More