Home> Business
Advertisement
Prev
Next

આગામી સમયમાં લોન સસ્તી થવાની આશા, RBI ઘટાડી શકે છે વ્યાજ દર

મોનેટરી પોલિસી રિવ્યૂ 7 જૂનના વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરી 5.75 ટકા કરી શકે છે. 'જો આમ થાય છે તો આ સતત ત્રીજીવાર હશે કે વ્યાજ દર એટલે કે રેપોમાં કુલ મળીને 0.75 ટકાનો ઘટાડો થશે. 

આગામી સમયમાં લોન સસ્તી થવાની આશા, RBI ઘટાડી શકે છે વ્યાજ દર

નવી દિલ્હી: વિદેશી બ્રોકરેજ કંપની બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચ (બોફા એમએલ)એ કહ્યું કે રિઝર્વ બેંક (RBI) મોનેટરી પોલિસી રિવ્યૂમાં વ્યાજ દરમાં 0.25 ટકાનો વધુ ઘટાડો કરી શકે છે. કેંદ્વીય બેંકના ગર્વનર શક્તિકાંત દાસના  સપ્તાહના ભાષણથી આ સંકેત મળ્યા છે. તેમના સંબોધનમાં આર્થિક વૃદ્ધિમાં તેજી લાવવા પર ભાર મુક્યો હતો. જાણકારોનું કહેવું છે કે તેનાથી એ વાતની આશા લગાવી શકાય કે આગળ જતાં લોન વધુ સસ્તી થઇ શકે છે. 

fallbacks

આર્થિક વૃદ્ધિમાં તેજી લાવવા પર ભાર
વીકએન્ડ વોશિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય મુદ્વાકોષનીની વાર્ષિક બેઠકમાં દાસે ફુગાવાની પ્રવૃત્તિ લક્ષ્યથી નીચે રહેવાની સાથે આર્થિક વૃદ્ધિમાં તેજી લાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. બોફા એમએલએ એક નોટમાં કહ્યું, 'અમે અત્યાર સુધી આશા રાખીએ છીએ કે મોનેટરી પોલિસી રિવ્યૂ 7 જૂનના વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરી 5.75 ટકા કરી શકે છે. 'જો આમ થાય છે તો આ સતત ત્રીજીવાર હશે કે વ્યાજ દર એટલે કે રેપોમાં કુલ મળીને 0.75 ટકાનો ઘટાડો થશે. 

7 જૂનના રોજ થશે દ્વીમાસિક મોનેટરી પોલિસી રિવ્યૂ 
7 જૂનના રોજ દ્વીમાસિક મોનેટરી પોલિસી રિવ્યૂ રજૂ થશે. આ પહેલાં બ્રોકરેજ કંપનીએ કહ્યું કે રિઝર્વ બેંક જૂન અથવા ઓગસ્ટમાં મોનેટરી પોલિસી રિવ્યૂમાં ઘટાડો કરી શકે છે. આ ઘટાડો વરસાદની સ્થિતિ પર નિર્ભર કરશે. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)એ તાજેતરમાં જ લોનના વ્યાજ દરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. નવા દર 10 એપ્રિલથી લાગૂ થઇ શકે છે.

એસબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુધારેલા ફંડનો માર્જિનલ ખર્ચ આધારિત વ્યાજ દર  (MCLR) 8.55 થી ઘટાડીને 8.50 કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય બેંકોએ પણ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે અને આગળ પણ આશા છે કે બેંક ગ્રાહકોને સસ્તી લોન ઉપલબ્ધ કરાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More