Home> Business
Advertisement
Prev
Next

ઉર્જિત પટેલનો ધડાકો - 'આરબીઆઇ પાસે નથી જરૂરી સત્તા'

બેંકિંગ સિસ્ટમ, એનપીએ અને બેંક ફ્રોડ જેવા મામલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલ સંસદીય સ્થાયી સમિતિ સામે રજૂ થયા

ઉર્જિત પટેલનો ધડાકો - 'આરબીઆઇ પાસે નથી જરૂરી સત્તા'

નવી દિલ્હી : બેંકિંગ સિસ્ટમ, એનપીએ અને બેંક ફ્રોડ જેવા મામલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલ સંસદીય સ્થાયી સમિતિ સામે રજૂ થયા. મંગળવારે વીરપ્પા મોઇલીના વડપણ હેઠળની સમિતીને તેમને તમામા તમામ મદ્દાઓના લેખિત જવાબ આપ્યા છે. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે ઉર્જિત પટેલે કહ્યું છે કે આરબીઆઇ પાસે પુરતી સત્તા નથી જેના કારણે પબ્લિક સેક્ટર બેંક પર આરબીઆઇનું સંપૂર્ણ નિયંત્રણ નથી. આ સંજોગોમાં આરબીઆઇ માટે એ બેંકોની તમામ બ્રાન્ચો પર નજર રાખવાનું શક્ય નથી. 

fallbacks

5 હજારથી વધીને 10 હજાર થઈ જાય પેન્શન યોજનાની રકમ એવી શક્યતા

સમિતિએ ઉર્જિત પટેલને ફસાયેલી લોન, બેંક ફ્રોડ અને કેશની સમસ્યા સાથે જોડાયેલા અનેક સવાલ કર્યા. ઉર્જિત પટેલે પોતાનો જવાબમાં સિસ્ટમને મજબૂત કરવાનો ભરોસો આપ્યો. સમિતિએ ઉર્જિત મોદીને એનપીએ વિશે સવાલ કરીને સણસણતો સવાલ કર્યો કે નીરવ મોદી કઈ રીતે રિઝર્વ બેંકની નજરમાંથી છટકી ગયો,

નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંકમાં 13500 કરોડ રૂ.નો ગોટાળો કરવાનો આરોપ છે. આ સિવાય  બેંકોમાં ફસાયેલી લોનની રકમ પણ વધી રહી છે. આસિવાય હાલમાં અનેક રાજ્યોમાં કેશની તંગીને કારણે એટીએમમાં પૈસા ખાલી થઈ ગયા હતા જેના કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હોત. સમિતિએ આ તમામ મામલે ઉર્જિત પટેલને આકરા સવાલો કર્યા હતા અને એના જવાબમાં ઉર્જિત પટેલે એનો બહુ જલ્દી અંત આવી જશે એવી બાંહેધરી આપી છે. 

બિઝનેસવર્લ્ડના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More