Home> Business
Advertisement
Prev
Next

એક નિવદને યાદ અપાવી દીધી નોટબંધીની યાદ, શું બંધ થઇ જશે 100 રૂપિયાની જૂની નોટ?

2 વર્ષ પહેલાં આરબીઆઇ (RBI)એ 100 રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવશે. 100 રૂપિયાની નવી નોટ ઘટ્ટ જાંબુલી (Lavender) રંગની છે અને તેના પર ઐતિહાસિક સ્થળ રાણકી વાવ  (Rani ki Vav) ને સ્થાન મળ્યું છે.

એક નિવદને યાદ અપાવી દીધી નોટબંધીની યાદ, શું બંધ થઇ જશે 100 રૂપિયાની જૂની નોટ?

RBI Latest News: આરબીઆઇ (RBI) ના Assistant General Manager બી મહેશ (B Mahesh) ના એક નિવેદનએ નોટબંધી  (Demonetization) ની યાદ અપાવી દીધી છે. બી મહેશએ કહ્યું કે રિઝર્વ બેંક (Reserve Bank) 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટ પરત લેવાની યોજના પર વિચાર કરી રહી છે. જો બધુ ઠીક રહ્યું તો માર્ચ (March) અને એપ્રિલ (April) માં તેની જાહેરાત કરવામાં આવી શકે છે. 

fallbacks

100 રૂપિયાની નોટ થશે બંધ
સમયાંતરે નકલી નોટો (Fake Note)ના ખતરાને ટાળવા માટે રિઝર્વ બેંક (Reserve Bank) જૂની સીરીઝની નોટોને બંધ કરી દે છે. અધિકૃત જાહેરાત બાદ બંધ કરવામાં આવેલી તમામ જૂની નોટો (Old Note) ને બેંકમાં જમા કરાવવાની હોય છે. જમા કરાવવામાં આવેલા કેટલીક નોટોની કિંમત બેંક ખાતામાં જમા કરી દે છે અથવા નવી નોટ આપી શકે છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પેટ્રોલ સસ્તું, જાણો અમદાવાદમાં શું છે ભાવ

100 રૂપિયાની જૂની નોટ પણ ચાલતી રહેશે
2 વર્ષ પહેલાં આરબીઆઇ (RBI)એ 100 રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવશે. 100 રૂપિયાની નવી નોટ ઘટ્ટ જાંબુલી (Lavender) રંગની છે અને તેના પર ઐતિહાસિક સ્થળ રાણકી વાવ  (Rani ki Vav) ને સ્થાન મળ્યું છે. તેને રાણી ની વાવ પણ કહેવામાં આવે છે. રાણી ની વાવ ગુજરાત (Gujrat) ના પાટણ (Patan) જિલ્લામાં સ્થિત છે. યૂનેસ્કો (UNESCO એ 4 વર્ષ પહેલાં 2014 રાણીની વાવને વર્લ્ડ હેરિટેઝ (World Heritage) માં સામેલ કરવામાં આવી હતી. 

Budget 2021: હોમ લોન પર મળશે ઇનકમ ટેક્સમાં વધારવામાં આવેલી છૂટ!

RBI માટે 10 રૂપિયાનો સિક્કો બન્યો માથાનો દુખાવો
10 રૂપિયાના નો સિક્કો રિઝર્વ બેંક માટે માથાનો દુખાવો બની ગયો છે. 10 રૂપિયાનો સિક્કો આજથી 15 વર્ષ પહેલાં ચલણમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ દુકાનદાર અને વેપારીઓ આજે પણ તેને લેવાની ના પાડી રહ્યા છે. તેની વેલિડીટીને લઇને અફવાઓ ફેલાઇ રહી છે. જેના લીધે રિઝર્વ બેંક પાસે 10 રૂપિયાના સિક્કાનો પહાડ ઉભો થઇ ગયો છે.

Coronavirus New Symptoms સામે આવ્યા, જોવા મળે આ લક્ષણ તો થઇ જાવ સાવધાન

તેના પર આરબીઆઇના Assistant General Manager બી મહેશ  (B Mahesh) એ કહ્યું કે તમામ બેંકોને 10 રૂપિયાના સિક્કા વિશે લોકોને જાગૃત કરવા જોઇએ કે આ સિક્કાને બંધ કરવાની કોઇ યોજના નથી અને ના તો નકલી હોવાનો ખતરો છે. 10 રૂપિયાની કિંમતનો સિક્કો પહેલાંની માફક  જ બજારમાં ચાલ્શે, તેના માટે બેંકને દરેક સંભવ પ્રયત્ન કરવો જોઇએ. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More