નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ લોકોને પેમેન્ટ માટે નોટના બદલે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. કેન્દ્રીય બેન્કે કહ્યું કે, સામાન કે સેવાઓની ખરીદી, બિલનું પેમેન્ટ તથા ફંડ ટ્રાન્સફર માટે
NEFT, IMPS, UPI and BBPS જેવા ઘણા વિકલ્પ 24 કલાક ઉપલબ્ધ છે.
આરબીઆઈએ કહ્યું, 'પેમેન્ટ માટે લોકો પોતાની સુવિધા અનુસાર મોબાઇલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ, કાર્ડ, અન્ય ડિજિટલ વિકલ્પનો ઉપયોગ કરી શકે છે અને તેણે પૈસા કાઢવા કે બિલનું પેમેન્ટ કરવા માટે ભીડભાળ વાળી જગ્યાએ જવાથી બચવું જોઈએ.'
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસનો પ્રકોપ વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારતમાં તેનાથી પીડિત દર્દીઓની સંખ્યા 114 પહોંચી ગઈ છે અને વિભિન્ન શહેરોમાંથી તેના મામલા સામે આવી રહ્યાં છે. વિશ્વભરમાં આ વાયરસને કારણે સાત હજારથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો તેની ઝપેટમાં આવી ગયા છે.
દેશભરમાં ઘણા રાજ્યોમાં ભીડવાળી જગ્યા, જેમ કે શાળા, કોલેજ, મોલ, સ્વિમિંગ પુલ, જીમ, સિનેમાઘરોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ પણ બંધ કરવામાં આવી છે. રેલવે સ્ટેશનો તથા ટ્રેનોને સેનિટાઇઝેશન કરવામાં આવી રહી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે