Home> Business
Advertisement
Prev
Next

આ મામલામાં વિશ્વની પ્રથમ સેન્ટ્રલ બેન્ક બની RBI, શક્તિકાંત દાસે આપી જાણકારી


રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ટ્વીટ કરીને કહ્યુ કે, આરબીઆઈના ફોલોઅર્સની સંખ્યા 1 મિલિયન થઈ ગઈ છે. આ મામલાાં તે દુનિયાની પ્રથમ સેન્ટ્રલ બેન્ક બની ગઈ છે. 
 

આ મામલામાં વિશ્વની પ્રથમ સેન્ટ્રલ બેન્ક બની RBI, શક્તિકાંત દાસે આપી જાણકારી

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કે ટ્વિટર પર 'ફોલોઅર્સ'ની સંખ્યા 10 લાખને પાર કરી લીધી છે. રિઝર્વ બેન્ક આ સિદ્ધિ હાસિલ કરનાર દુનિયાની પ્રથમ કેન્દ્રીય બેન્ક છે. માઇક્રોબ્લોગિંગ સાઇટ પર 10 લાખ ફોલોઅર્સની સાથે રિઝર્વ બેન્કે અમેરિકાના ફેડરલ રિઝર્વ તથા યૂરોપીય કેન્દ્રીય બેન્ક (યૂસીબી)ને પાછળ છોડી દીધી છે. રિઝર્વ બેન્કના ટ્વિટર હેન્ડલ પર ઉપલબ્ધ સૂચના અનુસાર તેના ફોલોઅર્સની સંખ્યા 27 સપ્ટેમ્બર, 2020ના 9.66 લાખ હતી, જે હવે 10 લાખ થઈ ગઈ છે. 

fallbacks

ગવર્નર દાસે ટ્વીટ કરી આપી જાણકારી
રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે રવિવારે ટ્વીટ કર્યુ, 'રિઝર્વ બેન્કના ટ્વિટર ખાતા પર આજે ફોલોઅર્સની સંખ્યા 10 લાખ થઈ ગઈ છે. તે માટે રિઝર્વ બેન્કના મારા બધા સાથીઓને શુભેચ્છા.' દુનિયાની સૌથી શક્તિશાળી કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વના ટ્વિટર પર ફોલોઅર્સની સંખ્યા 6.67 લાખ છે. તો યૂરોપીય કેન્દ્રીય બેન્કના ફોલોઅર્સની સંખ્યા 5.91 લાખ છે. અમેરિકાની કેન્દ્રીય બેન્ક 2009મા ટ્વિટરમાં જોડાઈ હતી. તો ઈસીબી ઓક્ટોબર, 2009થી ટ્વિટર સાથે જોડાયેલ છે. 

2012મા શરૂ થયું હતું ટ્વિટર એકાઉન્ટ
85 વર્ષ જૂની રિઝર્વ બેન્કનું ટ્વિટર એકાઉન્ટ જાન્યુઆરી, 2012મા શરૂ થયું હતું. ગવર્નર દાસનું અલગ ટ્વિટર હેન્ડલ છે, જેના પર ફોલોઅર્સની સંખ્યા 1.35 લાખ છે. માર્ચ 2019મા ટ્વિટર પર રિઝર્વ બેન્કના ફોલોઅર્સની સંખ્યા 3,42,000 હતી, જે માર્ચ, 2020મા બમણી  7,50,000 થઈ ગઈ. 

વધુ એક સરકારી કંપનીમાં ભાગીદારી વેચવાની તૈયારીમાં મોદી સરકાર  

લૉકડાઉનમાં ફોલોઅર્સમાં આવી તેજી
એક અધિકારીએ જણાવ્યું કે, કોરોના વાયરસ મહામારી દરમિયાન લગાવવામાં આવેલા સાત સપ્તાહના લૉકડાઉનમાં રિઝર્વ બેન્કના ટ્વિટર ફોલોઅર્સની સંખ્યામાં 1.5 લાખથી વધુની વૃદ્ધિ થઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં 2.5 લાખ ફોલોઅર્સ રિઝર્વ બેન્કના ટ્વિટર હેન્ડલ સાથે જોડાયા છે. 

બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More