Home> Business
Advertisement
Prev
Next

તમે પણ લગાવી રહ્યા છે રિયલ એસ્ટેટ કંપનીઓમાં પૈસા તો થઇ જાવ સાવધાન, રાકેશ ઝુનઝુનવાલાએ આપી મોટી જાણકારી

અનુભવી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે રિયલ્ટી કંપનીઓના શેર અન્ય મોટી કંપનીઓના શેરની તુલનામાં મૂડી પર ખૂબ જ ઓછું વળતર આપે છે અને તેમને બજારમાં લિસ્ટ ન કરવી જોઈએ. રેર એન્ટરપ્રાઇઝીસનું સંચાલન કરનાર ઝુનઝુનવાલા નવી એરલાઇન કંપનીના મોટા શેરહોલ્ડર બનવા માટે તૈયાર છે.

તમે પણ લગાવી રહ્યા છે રિયલ એસ્ટેટ કંપનીઓમાં પૈસા તો થઇ જાવ સાવધાન, રાકેશ ઝુનઝુનવાલાએ આપી મોટી જાણકારી

Rakesh Jhunjhunwala: અનુભવી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે રિયલ્ટી કંપનીઓના શેર અન્ય મોટી કંપનીઓના શેરની તુલનામાં મૂડી પર ખૂબ જ ઓછું વળતર આપે છે અને તેમને બજારમાં લિસ્ટ ન કરવી જોઈએ. રેર એન્ટરપ્રાઇઝીસનું સંચાલન કરનાર ઝુનઝુનવાલા નવી એરલાઇન કંપનીના મોટા શેરહોલ્ડર બનવા માટે તૈયાર છે.

fallbacks

કઈ કંપનીઓ આપે છે સારું વળતર
તેમણે કહ્યું કે માત્ર એફોર્ડેબલ હાઉસ બનાવનારા ડેવલપર્સે જ લિસ્ટિંગ પર વિચાર કરવો જોઈએ. આમાં ઘરોની સંખ્યા વધુ હોવાને કારણે તેમને સારું વળતર મળી શકે છે. જો કે, મેક્રોટેક ડેવલપર્સ અને ડીએલએફ જેવી બહુ ઓછી રિયલ એસ્ટેટ કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.

આ કારને મળ્યું ગજબનું ફીચર, ફક્ત એક ટચથી મનપસંદ રંગ બદલો

ડીએલએફનો શેર 80 રૂપિયે પહોંચ્યો
રાકેશ ઝુનઝુનવાલાએ ડીએલએફના કેસનો ઉલ્લેખ કરતા કહ્યું કે ડીએલએફના શેરની કિંમત શેર દીઠ રૂ. 1,300 થી ઘટીને રૂ. 80 પર આવી ગઈ છે. તે બજારમાં જોખમ દર્શાવે છે.
 

અહીં એક પાણીપુરી ખાવાના મળે છે 500 રૂપિયા, વિશ્વાસ ન થતો હોય તો જાતે જોઇ લો

રિયલ એસ્ટેટ કાર્યક્રમની આપી જાણકારી
કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) દ્વારા રિયલ એસ્ટેટ પર આયોજિત એક ઈવેન્ટમાં બોલતા તેમણે કહ્યું કે, "જો હું ડેવલપર હોત તો માર્કેટમાં લિસ્ટ ન થાત. આ એવો બિઝનેસ નથી જે લિસ્ટેડ થવાની સંભાવના છે.” રાકેશ ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે મોટી કંપનીઓના શેર મૂડી પર 18-25 ટકા વળતર આપે છે, જ્યારે રિયલ એસ્ટેટ કેટેગરીમાં તે છથી સાત ટકા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More