મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે(Reliance Industries Limited- RIL) મંગળવારે એક નવો ઈતિહાસ રચી નાખ્યો. મુકેશ અંબાણીના(Mukesh Ambani) નેતૃત્વમાં 10 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન(market capitalisation : m-cap) સ્પર્શ કરનારી ભારતની પ્રથમ કંપની (First Indian Company) બની છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીડ લિ.ના(RIL) શેર જ્યારે રૂ.1,581ની કિંમતે પહોંચી ગયા ત્યારે કંપનીએ આ સિમાચન્હ હાંસલ કર્યું હતું.
RIL છેલ્લા કેટલાક દિવસથી 10 લાખ કરોડનું માર્કેટ કેપ(m-cap) સ્પર્શ કરવાની આસપાસ ફરતી હતી અને મંગળવારે(Tuesday) આખરે તેણે આ ઐતિહાસિક સ્થાન મેળવી લીધું હતું જ્યારે તેના શેરની કિંમતમાં 0.70 ટકાનો ઉછાળો આવ્યો હતો.
ગ્રાહક પાસેથી કેરી બેગના વસૂલ્યા આટલા રૂપિયા, બિગ બજારને ફટકાર્યો 11,500 રૂપિયાનો દંડ
ઉલ્લેખનીય છે કે, કંપનીના શેરની કિંમતમાં વર્ષ 2019માં 40 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. કંપનીએ શેર બજારમાં ઉછાળો મારવાની શરૂઆત ત્યારથી કરી હતી જ્યારે મુકેશ અંબાણી કે જે દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ પણ છે તેમણે જાહેરાત કરી હતી કે તેઓ આગામી 18 મહિનામાં કંપનીના નેટ નુકસાનને શૂન્ય પર લાવી દેશે.
આજના દિવસમાં કેવી રહી શેર માર્કેટની સ્થિતિ, જુઓ બજાર માલામાલ.....
રાજ્યસભા: નાણામંત્રીએ કહ્યું- 'દેશમાં આર્થિક મંદી નથી', સાંભળીને વિપક્ષના સભ્યો સદનની બહાર
એવું માનવામાં આવી રહ્યું છે કે, રિલાયન્સ તેના ઓઈલ અને કેમિકલ બિઝનેસમાં રહેલી ભાગીદારીને સાઉદીની અરામકો કંપનીને વેચીને શૂન્ય ખાધના ટાર્ગેટને પુરો કરશે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર મહિનામાં રિલાયન્સ 9 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન હાંસલ કરનારી ભારતની પ્રથમ કંપની બની હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે