નવી દિલ્હી: દુનિયાના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટરોમાંથી એક રિલાયન્સ જિયો (JioPhone) તમામ પ્લાન પર Buy One Get One Free ઓફર કરી રહ્યું છે. હવે પોતાના JioPhone ના રિચાર્જ કરવા પર યૂઝર્સને 1 રિચાર્જ બેનિફિટ્સની સાથે ફ્રીમાં બીજા પેકમાં પણ તે ઓફર પ્લાન મળશે. જ્યાં એરટેલ અને અન્ય ટેલિકોમ કંપની તેમની કિંમત વધારી રહી છે. ત્યારે Reliance Jio ની સસ્તી ઓફર ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે. મે 2021 ના મહિનામાં JioPhone એ 30 લાખથી વધુ ગ્રાહકોને ઉમેર્યા હતા. જ્યારે એ 4.61 મિલિયન ગ્રાહક ગુમાવ્યા છે.
રિલાયન્સ જિયોએ મે 2021 માં 3.55 મિલિયન ગ્રાહકો ઉમેર્યા, એરટેલને 40 લાખનું નુકસાન
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ, રિલાયન્સ જિયોએ મે 2021 ના મહિનામાં 3.55 મિલિયન નવા યુઝર્સ ઉમેર્યા છે, જેણે તેનો બજાર હિસ્સો 36.15 ટકાથી વધારીને 36.64 ટકા કર્યો છે. તે જ સમયે, અપડેટ સાથે રિલાયન્સ જિયોના કુલ ગ્રાહકોની સંખ્યા વધીને 431.22 મિલિયન થઈ ગઈ છે. બીજી બાજુ ભારતી એરટેલે મે 2021 મહિનામાં 4 મિલિયનથી વધુ ગ્રાહકો ગુમાવ્યા છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ ઘટાડો દર છે. ગ્રાહકોના ઘટાડાથી એરટેલનો બજાર હિસ્સો ઘટીને 29.60% થયો છે.
આ પણ વાંચો:- GST Collections માં 33% નો મોટો ઉઠાળો, સરકારી ખજાનામાં આવ્યા આટલા રૂપિયા
કોવિડ-19 મહામારીને કારણે ગ્રાહકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને, રિલાયન્સ જિયોએ (JioPhone) યુઝર્સ માટે તેના છ પ્રીપેડ પ્લાનમાં Buy One Get One Free સ્કીમ ઓફર કરી રહી છે.
JioPhone ઓફરની યાદી આ મુજબ છે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે