Home> Business
Advertisement
Prev
Next

જો તમે Jio યુઝર છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે

ટેલીકોમ માર્કેટમાં આવ્યા બાદ રિલાયન્સ જીયો (Reliance Jio) સતત નવો પ્લાન લોન્ચ કરી રહ્યું છે. જીયો માર્કેટમાં આવતા બીજી ટેલિકોમ કંપનીઓ માટે હરિફાઈ વધી ગઈ છે.   

 જો તમે Jio યુઝર છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે

નવી દિલ્હીઃ ટેલીકોમ માર્કેટમાં આવ્યા બાદ રિલાયન્સ જીયો (Reliance Jio) સતત નવા પ્લાન લોન્ચ કરી રહ્યું છે. જીયોના બજારમાં આવવાથી ટેલીકોમ કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધી ગઈ છે. આથી પોતાના ગ્રાહકોને બચાવવા માટે અન્ય કંપનીઓ પણ નવા-નવા પ્લાન લોન્ચ કરી રહી છે. ગત દિવસોમાં એરટેલે ઘણા સસ્તા પ્લાન પોતાના ગ્રાહકો માટે આપ્યા હતા. ત્યારબાદ જીયોએ 200 ટકા કેશબેક વાળી ઓફર શરૂ કરી હતી. હવે જીયોએ બે નવા પ્રીપેઈડ સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે. 

fallbacks

પહેલા પ્લાન માટે તમારે 49 રૂપિયા ચુકવવા પડશે, બીજા પ્લાન માટે 153 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ શાનાદર પ્લાનનો ફાયદો પણ ઉઠાવી શકો છો. જીયોના 48 વાળા પ્લાનમાં કંપની 1 જીબી 4જી ડેટા આપશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે. આ સિવાય જીયોના 153 રૂપિયા વાળા પ્લાનમાં તમને દરરોજ 1.5 જીબી ડેટા મળશે. તેમાંપણ 4જી ડેટા પ્રતિદિન મળશે. તેની વેલિડિટી 28 દિવસની રહેશે. જીયોના આ બંન્ને પ્લાન જીયો ફોનના ગ્રાહકો માટે ખાસ ઉપલબ્ધ છે. આ બંન્ને પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલ અને એસએમએસની સુવિધા મળશે. 

fallbacks

આ છે 49 રૂપિયાનો પ્લાન

49 રૂપિયાના પ્લાનમાં મળનાર ડેટા પુરો થતા તમારા ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 64kbps મળશે. તેમાં અનલિમિટેડ લોકલ કોલ, એસટીડી અને રોમિંગ વોયસ કોલિંગની સુવિધાની સાથે જીયો ટીવી, જીયો મ્યુઝિક અને જીયો મનીની સેવાઓ મળશે. આ પ્લાનમાં 50 એસએમએસ ફ્રી મળશે. 

153 રૂપિયાનો પ્લા
153 રૂપિયાના પ્લાનમાં તમને દરોરજ 1.5 જીબી પ્રતિદિવસના હિસાબે 28 દિવસ માટે કુલ 42 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં 28 દિવસ સુધી અનલિમિટેડ કોલ અને એસએમએસની સુવિધા મળી રહી છે. 1.5 જીબી ડેટાનો ઉપયોગ કર્યા બાદ તમને 64kbps ની સ્પીડ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More