Stock Market News: સોમવારે ભારતીય શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં કડાકો થયો હતો. શેર બજારમાં ઘણી કંપનીઓના શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યાં છે. આ વચ્ચે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં જોરદાર વધારો થયો છે. આજે તેના શેરમાં છ ટકાથી વધારો થયો, જ્યારે એક મહિનામાં શેર 50 ટકાથી વધુનું રિટર્ન આપી ચૂક્યો છે.
દેવામાં તીવ્ર ઘટાડો
વાસ્તવમાં, રિલાયન્સ પાવરે છેલ્લા એક વર્ષ દરમિયાન તેના દેવામાં તીવ્ર ઘટાડો નોંધાવ્યો છે. હવે તેની પાસે બેંકો અને નાણાકીય સંસ્થાઓ તરફથી કોઈ દેવું નથી. જોકે, એકીકૃત ધોરણે, તે દેવામુક્ત થયું નથી. છેલ્લા એક વર્ષના સમયગાળામાં, તેણે 5338 કરોડ રૂપિયાનું દેવું ચૂકવ્યું છે. તે જ સમયે, કંપનીને ઘણા મોટા ઓર્ડર પણ મળ્યા છે. જેના કારણે ખરીદદારો આ સ્ટોક પર સક્રિય છે. આજના ટ્રેડિંગમાં રિલાયન્સ પાવરે 52 અઠવાડિયાના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.
નવો 52 વીક હાઈ બનાવ્યો
સોમવારે રિલાયન્સ પાવરના શેર આશરે 6 ટકાના વધારા સાથે 62.80 રૂપિયા પર પહોંચ્યા, જે 52 વીકનો હાઈ છે. જ્યારે શુક્રવારે કંપનીના શેરમાં 16 ટકાના વધારા સાથે 58.10 રૂપિયા પર બંધ થયો હતો. આ પેની સ્ટોકે છેલ્લા એક મહિનામાં 53 ટકાનો ગ્રોથ હાસિલ કર્યો, જ્યારે છ મહિનામાં 58 ટકાથી વધુની તેજી આવી છે. તો એક વર્ષના ગાળામાં ઈન્વેસ્ટરોના પૈસા ડબલ થઈ ગયા છે. આ દરમિયાન રિલાયન્સ પાવરે 138 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. તો પાંચ વર્ષના ગાળામાં લગભગ 2600 ટકાનો વધારો થયો છે.
આ પણ વાંચોઃ માત્ર 1 વખત પૈસા લગાવો અને આજીવન મળશે ₹1,42,500 નું પેન્શન, LIC ની કમાલની સ્કીમ
કેમ આવી રહી છે તેજી?
તમને જણાવી દઈએ કે રિલાયન્સ પાવરે 28 મે 2025 ના રોજ જાહેરાત કરી હતી કે તેની પેટાકંપની રિલાયન્સ NU એનર્જીઝે સરકારી કંપની SJVN પાસેથી 350 MW ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) સોલર પ્રોજેક્ટ અને 175 MW અથવા 700MWH બેટરી સ્ટોરેજ સિસ્ટમ (BESS) માટે બિડ જીતી લીધી છે. આ પ્રોજેક્ટ 25 વર્ષ માટે 3.33 રૂપિયા પ્રતિ કિલોવોટ કલાકના દરે હસ્તગત કરવામાં આવ્યો છે. આ હરાજીમાં 19 ડેવલપર્સે ભાગ લીધો હતો.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે