Home> Business
Advertisement
Prev
Next

મકાન ભાડે ચડાવવા માટે નવા નિયમો, હવે ફક્ત આટલા ટકા જ ભાડું વધારી શકાશે

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં ભાડુઆતો અને મકાન માલિકો વચ્ચે થતા ઝઘડાને જોતા Uttar Pradesh Regulation of Urban Premises Tenancy Ordinance, 2021 ને લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. જેને રાજ્ય સરકારની કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. 

મકાન ભાડે ચડાવવા માટે નવા નિયમો, હવે ફક્ત આટલા ટકા જ ભાડું વધારી શકાશે

લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં ભાડુઆતો અને મકાન માલિકો વચ્ચે થતા ઝઘડાને જોતા Uttar Pradesh Regulation of Urban Premises Tenancy Ordinance, 2021 ને લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. જેને રાજ્ય સરકારની કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. 

fallbacks

યુપીમાં રેન્ટ એગ્રીમેન્ટ વગર મકાન ભાડે ચડાવી શકાશે નહીં
આ નવો અધ્યાદેશ લાગુ થયા બાદ હવે કોઈ પણ મકાન માલિક રેન્ટ એગ્રીમેન્ટ વગર મકાન ભાડે ચડાવી શકાશે નહીં. આ અધ્યાદેશમાં એવી જોગવાઈ કરાઈ છે કે જેનાથી ભાડુઆતો અને મકાન માલિકો વચ્ચે વિવાદને ઓછો કરવામાં મદદ મળશે. વિવાદ થાય તો તેની પતાવટ માટે પણ વ્યવસ્થા કરાઈ છે. નવા નિયમો લાગુ થયા બાદ મકાન માલિક અને ભાડુઆત વચ્ચે થયેલા એગ્રીમેન્ટમાં પણ પારદર્શકતા રહેશે. 

મકાન માલિકો મનફાવે તેમ ભાડું નહીં વધારી શકે
નવા અધ્યાદેશ લાગુ થવાથી મકાન માલિક મનફાવે તેમ ભાડું વધારી શકશે નહીં. નવા અધ્યાદેશ મુજબ મકાન માલિક ઘરેલુ રીતે વાર્ષિક ફક્ત 5 ટકા જ ભાડું વધારી શકશે, કોમર્શિયલ યૂઝ પર વધારો 7 ટકા સુધી થઈ શકશે. જૂના કેસમાં ભાડાનો રીવ્યુ કરાશે. અધ્યાદેશની જોગવાઈઓ મુજબ ભાડુઆત અને મકાન માલિક સંયુક્ત રીતે ભાડાના સમયને નક્કી કરશે અને એગ્રીમેન્ટના રીન્યુઅલનો નિર્ણય પણ મળીને કરશે. 

વિવાદોની પતાવટ માટે ટ્રિબ્યુનલ
આ નવી જોગવાઈઓથી મકાન માલિક અને ભાડુઆત બંનેના હિતોની રક્ષા થશે. કોઈ વિવાદની સ્થિતિમાં વિવાદની પતાવટ માટે રેન્ટ ઓથોરિટી અને રેન્ટ ટ્રિબ્યુનલની જોગવાઈ પણ આ અધ્યાદેશમાં કરાઈ છે. સામાન્ય રીતે 60 દિવસમાં કોઈ પણ વિવાદની પતાવટ થઈ શકશે. 

પ્રદેશમાં હાલમાં લાગુ ઉત્તર પ્રદેશ શહેરી ભવન અધિનિયમ 1972ને રદ કરીને તેની જગ્યાએ નવો કાયદો લાવવાનો નિર્ણય લેવાયો હતો. જેને તરત જ અમલમાં લાવવા માટે રાજ્યપાલ તરફથી 9મી જાન્યુઆરી 2021ના રોજ Uttar Pradesh Regulation of Urban Premises Tenancy Ordinance, 2021 ની જાહેરાત કરાઈ હતી. 

Corona: કોરોનાનું સંક્રમણ ચિંતાજનક સ્તરે વધતા દિલ્હીમાં નાઈટ કર્ફ્યૂ લાગુ

Justice N V Ramana દેશના નવા CJI બનશે, 24મી એપ્રિલે લેશે શપથ

BJP Foundation Day 2021: ભાજપ શરૂઆતથી માને છે કે વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ: PM મોદી

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More