Home> Business
Advertisement
Prev
Next

RV400 Photos: આ ઇલેક્ટ્રિક બાઈકે મચાવ્યો તહેલકો! માત્ર બે કલાકમાં 50 કરોડ રૂપિયાનું બુકિંગ

બજારમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની માંગ ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં Revolt Motors ની ઇલેક્ટ્રિક બાઇક RV400 વિશે લોકોમાં ઘણો ક્રેઝ છે

RV400 Photos: આ ઇલેક્ટ્રિક બાઈકે મચાવ્યો તહેલકો! માત્ર બે કલાકમાં 50 કરોડ રૂપિયાનું બુકિંગ

Revolt Motors electric bike: બજારમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની માંગ ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં Revolt Motors ની ઇલેક્ટ્રિક બાઇક RV400 વિશે લોકોમાં ઘણો ક્રેઝ છે. તમને જણાવી દઈએ કે દર વખતે આ બાઇકનું બુકિંગ ખુલતાં જ તે થોડા કલાકોમાં બંધ થઈ જાય છે. આ બાઇકનું રિ-બુકિંગ 18 જૂનથી શરૂ કરવામાં આવ્યું હતું અને કંપનીએ તેનું બુકિંગ માત્ર બે જ કલાકમાં બંધ કરી દીધું હતું. કંપનીનું કહેવું છે કે માત્ર 2 કલાકમાં 50 કરોડ રૂપિયાની બાઇક બુક કરાઈ છે. જાણીએ આ બાઇકની શું વિશેષતા.

fallbacks

Revolt Motors ની ઇલેક્ટ્રિક બાઇક RV400
Revolt Motors ની ઇલેક્ટ્રિક બાઇક RV400 લોકોને ખુબ જ પસંદ આવી છે. નોંધનીય છે કે આ બાઇકનું બુકિંગ જ્યારે પણ ખોલવામાં આવે છે, ત્યારે તે થોડા કલાકોમાં જ બંધ થઈ જાય છે. આ બાઇકનું (RV400 Booking) ફરીથી બુકિંગ 18 મી જૂને શરૂ કર્યું હતું અને ટૂંકા ગાળામાં જ 50 હજારનું બુકિંગ થઈ ગયું હતું.

fallbacks

લોકોમાં જોરદાર ક્રેઝ
કંપનીનું કહેવું છે કે, Revolt RV400 ઇલેક્ટ્રિક બાઇક વધારે બુક એટલા માટે થઈ છે કેમ કે સરકારની FAME II સબસિડી બાદ તેની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. FAME II સબસિડીમાં સુધારા બાદ, દિલ્હીના ગ્રાહકો આ બાઇકને એક લાખ રૂપિયાથી ઓછામાં ખરીદી શકે છે. ઉપરાંત, કંપનીનું કહેવું છે કે તે ભારતના 35 શહેરોમાં તેની ડિસ્ટ્રિબ્યુટર સેવાને વિસ્તૃત કરવામાં સક્ષમ થઈ છે.

fallbacks

મોટા શહેરોમાં ડિમાન્ડ વધારે
Revolt Motors એ કહ્યું કે ભારતના ઘણા શહેરોમાં આ ઇલેક્ટ્રિક બાઇકની ઘણી માંગ છે. કંપનીએ કહ્યું, 'આ બાઇકની દિલ્હી, મુંબઇ, પુણે, ચેન્નાઈ, અમદાવાદ અને હૈદરાબાદ સહિત 6 શહેરોમાં ઘણી માંગ થઈ રહી છે અને લોકો તેને બુક કરાવવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

fallbacks

FAME II ની સબસિડી પછી સસ્તું
નોંધનીય છે કે FAME II ની સબસિડી પછી આ બાઇકની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પછી આ બાઇકની ( RV400 Price) કિંમત એક લાખ કરતા પણ ઓછી થઈ ગઈ છે. આ બાઇકને ( RV400 Features) વધુ ડિસ્કાઉન્ટ સાથે દિલ્હીમાં ખરીદી શકાય છે. તમે દિલ્હી સરકારની ઇવી પોલિસી દ્વારા આપવામાં આવતા ડિસ્કાઉન્ટનો પણ લાભ લઈ શકો છો, જેમાં તમને રૂપિયા 16,200 નો વધારાનો લાભ મળશે.

fallbacks

દિલ્હીમાં ઉપલબ્ધ છે બમ્પર ઓફર
દિલ્હી સરકારે આપેલા ફાયદો અને FAME-II સબસિડીના ફાયદા પછી તે વધુ પોસાય છે. આવી સ્થિતિમાં, જો તમારે પણ આ બાઇક ખરીદવી હોય, તો બુકિંગ માટે તૈયાર બેસો નહીં તો તમને આ તક મળશે નહીં. દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવેલા ફાયદા અને FAME-II ની સબસિડીનો લાભ લીધા પછી તેને ફક્ત 90,799 રૂપિયામાં (Ex Showroom Price) ખરીદી શકાય છે. જો આ બંને ડિસ્કાઉન્ટ ઉમેરવામાં આવે છે, તો તમને આમાં 28,200 રૂપિયાની કુલ છૂટ મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More