Home> Business
Advertisement
Prev
Next

Rupee Slumps To All-time Low: ડોલરના મુકાબલે રૂપિયો સૌથી નિચલા સ્તરે પહોંચ્યો, જાણો તમારા પર શું થશે અસર

Rupee Slumps To All-time Low: અમેરિકી ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો અત્યાર સુધીના સૌથી નિચલા સ્તરે પહોંચી ગયો છે. 
 

Rupee Slumps To All-time Low: ડોલરના મુકાબલે રૂપિયો સૌથી નિચલા સ્તરે પહોંચ્યો, જાણો તમારા પર શું થશે અસર

નવી દિલ્હીઃ ભારતીય રૂપિયામાં ડોલરના મુકાબલે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો થયો છે. સોમવારે ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો અત્યાર સુધીના સૌથી નિચલા સ્તરે પહોંચી ગયો છે. ગ્લોબલ બજારમાં અમેરિકી ડોલરમાંતેજીને કારણે રૂપિયામાં ઘટાડો થયો છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે રૂપિયો 52 પૈસાના ઘટાડા સાથે 77.42 રૂપિયાના સ્તર પર આવી ગયો હતો. ડોલરના મુકાબલે આ ભારતીય રૂપિયામાં સૌથી મોટો ઘટાડો છે. 

fallbacks

ભારતીય રૂપિયામાં સૌથી મોટો ઘટાડો
આજે ઇન્ટરબેન્ક વિદેશી મુદ્રા વિનિમય બજારમાં રૂપિયો ડોલરના મુકાબલે 77.17 પર ખુલ્યો અને થોડા સમયમાં 52 પૈસાના ઘટાડા સાથે 77.42 પર આવી ગયો હતો. આ પહેલાં પાછલા સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે ડોલરના મુકાબલે રૂપિયો 55 પૈસા તૂટી 76.90 પર બંધ થયો હતો. ભારતીય શેર બજારમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર બંધ થયા હતા. 

આ પણ વાંચોઃ આ ત્રણ સ્ટોક કરાવી શકે છે મોટી કમાણી, એક્સપર્ટ આપી રહ્યાં છે ખરીદીની સલાહ

તમારા પર શું પડશે અસર?
રૂપિયામાં સતત થઈ રહેલાં ઘટાડાની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. રૂપિયામાં ઘટાડાની સૌથી મોટી અસર આયાત પર જોવા મળશે. ભારતમાં આયાત થનારી વસ્તુની કિંમતમાં વધારો થશે. ભારતમાં 80 ટકા કાચુ તેલ આયાત થાય છે એટલે કે તેનાથી ભારતે તેલની વધુ કિંમત ચુકવવી પડશે અને વિદેશી મુદ્રા વધુ ખર્ચ થશે. તેવામાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થઈ શકે છે. આ સિવાય ઇલેક્ટ્રોનિક સામાન પણ મોંઘો થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More