Home> Business
Advertisement
Prev
Next

સાત મહિનાના ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યો રૂપિયો, જાણો એક ડોલરનો ભાવ

લોકસભા ચૂંટણી પહેલા વિદેશી રોકાણકારો તરફથી જોવા મળી રહેલા ભારે પ્રતિસાદને પગલે રૂપિયામાં સતત ચોથા દિવસે તેજી જોવા મળી રહી છે અને ગુરૂવારે ડોલરની સરખામણીએ 20 પૈસાનો વધારો થતાં રૂપિયા પ્રતિ ડોલર 69.34 રૂપિયા થયો છે. વિદેશી મુદ્રાની સરખામણીએ છેલ્લા ચાર ક્વાટરમાં રૂપિયામાં 80 પૈસા અને 0.8 ટકાનો સુધારો થયો છે. બજાર સુત્રોના જણાવ્યા અનુસારા ચાલુ મહિનામાં વિદેશી રોકાણકારોના સારા પ્રતિસાદને પગલે આ સુધારો નોંધાયો છે

સાત મહિનાના ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યો રૂપિયો, જાણો એક ડોલરનો ભાવ

મુંબઇ : લોકસભા ચૂંટણી પહેલા વિદેશી રોકાણકારો તરફથી જોવા મળી રહેલા ભારે પ્રતિસાદને પગલે રૂપિયામાં સતત ચોથા દિવસે તેજી જોવા મળી રહી છે અને ગુરૂવારે ડોલરની સરખામણીએ 20 પૈસાનો વધારો થતાં રૂપિયા પ્રતિ ડોલર 69.34 રૂપિયા થયો છે. વિદેશી મુદ્રાની સરખામણીએ છેલ્લા ચાર ક્વાટરમાં રૂપિયામાં 80 પૈસા અને 0.8 ટકાનો સુધારો થયો છે. બજાર સુત્રોના જણાવ્યા અનુસારા ચાલુ મહિનામાં વિદેશી રોકાણકારોના સારા પ્રતિસાદને પગલે આ સુધારો નોંધાયો છે. 

fallbacks

આંતરરાષ્ટ્રીય મુદ્દા બજારમાં રૂપિયાના વિનિમય દર 69.75 સાથે ખુલ્યો હતો અને 69.78 રૂપિયાથી ઘટીને 69.26 નીચે ગયો હતો. વેપારના અંતે રૂપિયો છેવટે 69.34 પ્રતિ ડોલર નોંધાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV

જે ગત 19 ઓગસ્ટ 2018 બાદનું અત્યાર સુધીનો સૌથી ઉચ્ચત્તમ છે. આ સમયે બંધનો સમય વિનિમય દર 68.83 પ્રતિ ડોલર હતો. બીએસઇ સૂચકાંક ગુરૂવારે માત્ર 2.72 પોઇન્ટ અથવા 0.01 ટકાના તેજી સાથે 37,754.89 પોઇન્ટે બંધ થયો હતો.

વધુ વેપાર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More