Home> Business
Advertisement
Prev
Next

પગાર આવતા જ થઈ જાય છે ગાયબ! અપનાવો 50-30-20 ફોરમ્યુલા, રૂપિયા બચશે

Saving Tips : અનેક લોકો સાથે એવું થાય છે કે, પગાર આવતા જ બે દિવસમાં જ પૂરો થઈ જાય છે... જો આ સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો એક્સપર્ટસની સલાહ અપનાવો
 

પગાર આવતા જ થઈ જાય છે ગાયબ! અપનાવો 50-30-20 ફોરમ્યુલા, રૂપિયા બચશે

Personal Finance : નોકરિયાત વર્ગના દરેક વ્યક્તિની મોટી તકલીક એ હોય છે કે, તેઓ આખો મહિનો પગારની રાહ જુએ છે. પરંતુ જેમ પગાર આવે છે, તો તે ક્યાં જતો રહે છે તે જ ખબર પડતી નથી. અનેક લોકોના રૂપિયા પાંચ દિવસમાં જ પૂરા થઈ જાય છે. આવામાં જરૂરી છે કે, મહિનાનું સેલેરીનું સ્પેશિયલ બજેટ બનાવવામાં આવે. તેના હિસાબે ખર્ચો કરવામાં આવે. મંથલી બજેટ બનાવવા માટે તમારે 50-30-20 ફોરમ્યુલાના મદદ લઈ શકો છો. જેનાથી તમારું ફાઈનાન્શિયલ પ્લાનિંગ સારું બની જશે. 

fallbacks

શું છે 50-30-20 નિયમ
50-30-20 નિયમની શરૂઆત અમેરિકન સીનેટ અને ટાઈમ મેગેઝીનના 100 પ્રભાવશાળી લોકોમાં સામેલ એલિઝાબેથ વોરેને કરી હતી. આ વિશે તેઓએ પોતાની દીકરી સાથે મળીને 2006 માં પોતાનું પુસ્તક All Your Worth: The Ultimate Lifetime Money Plan માં લખ્યું છે. જે અંતર્ગત તેઓ પોતાના પગારને ત્રણ ભાગમાં વહેંચતા હતા. જરૂરિયાત, ઈચ્છા અને બચત. 

અહીં ખર્ચ કરો 50 ટકા રકમ
એલિઝાબેથ વોરેનનના જણાવ્યા અનુસાર, પોતાની કમાણીનો 50 ટકા ભાગ એ ચીજો પર ખર્ચ કરવો જોઈએ, જે આપણા માટે જરૂરી છે અને જેના વગર જીવન પસાર કરવું મુશ્કેલ છે. જે અંતર્ગત ઘરનું રાશન, ભાડું, યુટિલિટી બિલ, બાળકોનો અભ્યાસ, ઈએમઆઈ અને હેલ્થ ઈન્સ્યોરન્સ જેવી વસ્તુઓને સામેલ કરવામાં આવે છે. 

અમદાવાદનું ટ્રાફિક એલર્ટ : ફરી બંધ કરાયો શાસ્ત્રી બ્રિજ

નિયમ અનુસાર બીજા ભાગને સમજો
આ નિયમનો બીજો ભાગ 30 ટકા છે. જેને પોતાની ઈચ્છા માટે ખર્ચ કરવો જોઈએ. આ એવો ખર્ચ છે જેને ટાળી પણ શકાય છે. પરંતું તેના પર ખર્ચ કરવાથી લોકોને ખુશી મળે છે. જેમાં ફિલ્મ જોવી, પાર્લર જવું, શોપિંગ કરવું, બહારનું ખાવું, પોતાના શોખ પૂરા કરવા વગેરે સામેલ છે. 

ત્રીજો અને છેલ્લો ભાગ શું છે?
તેનો ત્રીજો અને છેલ્લો ભાગ 20 ટકા છે, જે આ નિયમ અનુસાર બચત માટે રાખવો જોઈએ. આ નાણાંનો ઉપયોગ તમારા નિવૃત્તિ આયોજન, બાળકોના ઉચ્ચ શિક્ષણ, બાળકોના લગ્ન અને ઈમરજન્સી ફંડ માટે થવો જોઈએ.

આ નિયમને ઉદાહરણ સાથે સમજો
ધારો કે તમારી માસિક કમાણી 50 હજાર રૂપિયા છે. આવી સ્થિતિમાં, 50-30-20 ના નિયમ અનુસાર, તમારે ઘરની જરૂરિયાતો પર 50 ટકા એટલે કે 25 હજાર રૂપિયા ખર્ચવા જોઈએ. જેમાં તમારા ઘરનું ભાડું, રાશન, વીજળી-પાણીનું બિલ, બાળકોની ફી, કારનું પેટ્રોલ જેવા જરૂરી ખર્ચ સામેલ હશે.

બીજા ભાગને પણ સમજો
તમે તેનો 30 ટકા એટલે કે 15 હજાર રૂપિયા તમારી ઈચ્છા પર ખર્ચ કરી શકો છો. આ ઇચ્છાઓમાં મુસાફરી, મૂવી જોવા, કપડાંની ખરીદી, મોબાઇલ-ટીવી અથવા અન્ય ગેજેટ્સ વગેરેનો સમાવેશ થાય છે.

આ રીતે છેલ્લા ભાગને અનુસરો
આ બધું કર્યા પછી તમારી પાસે 20 ટકા એટલે કે 10 હજાર રૂપિયા બચી જશે. તમારે આ પૈસા બચતમાં મૂકવા જોઈએ. તમે તમારી અનુકૂળતા મુજબ આ પૈસાનું અલગ રીતે રોકાણ કરી શકો છો. તમે FD કરી શકો છો, તમે નિવૃત્તિ માટે એનપીએસમાં રોકાણ કરી શકો છો, લાંબા ગાળા માટે પીપીએફમાં નાણાં મૂકી શકો છો અથવા મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા સાધનોમાં એસઆઈપી પણ કરી શકો છો. જો કે, ઘણી જગ્યાએ થોડા પૈસાનું રોકાણ કરવું શ્રેષ્ઠ છે.

ગુજરાતના વાતાવરણના બદલાયા તેવર! અહીં ત્રાટકવાનું છે વાવાઝોડું, થશે મોટી અસર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More