Home> Business
Advertisement
Prev
Next

SBI Alert: એસબીઆઇએ 40 કરોડ ગ્રાહકોને આપ્યું એલર્ટ! બંધ થઇ શકે છે તમામ બેકિંગ સેવા, આજે કરો આ કામ

તમને જણાવી દઇએ કે ગત મહિને કેંદ્ર સરકારે કોરોના વાયરસ મહામારીને જોતાં પાનને આધાર સાથે જોડવાની સમય સીમા 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી હતી

SBI Alert: એસબીઆઇએ 40 કરોડ ગ્રાહકોને આપ્યું એલર્ટ! બંધ થઇ શકે છે તમામ બેકિંગ સેવા, આજે કરો આ કામ

નવી દિલ્હી: દેશની સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) એ પોતાના ગ્રાહકોને એલર્ટ આપ્યું છે. જોકે બેંકે પોતાના એકાઉન્ટ હોલ્ડર્સને 30 સપ્ટેમ્બરના પહેલાં પાન-આધાર કાર્ડ (PAN-Aadhaar) ને લિંક કરવા માટે નોટિસ કર્યું છે. બેંકે કહ્યું કે જો ગ્રાહક આમ નથી કરતા તો તેમને બેકિંગ સેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. SBI એ તેના મઍટે ટ્વીટ પણ કર્યું છે. 

fallbacks

30 સપ્ટેમ્બર સુધી છે તક
એસબીઆઇએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર કહ્યું, 'અમે અમારા ગ્રાહકોને સલાહ આપી છીએ કે તે કોઇપણ અસુવિધાથી બચવા માટે પોતાના પાનને આધાર સાથે લિંક કરે અને એક નિર્બાધ બેકિંગ સેવાનો આનંદ લેતા રહે. આ સાથે જ બેંકએ કહ્યું કે પાનને આધાર સાથે લિંક કરવું અનિવાર્ય છે. આ પાન અને આધાર લિંક નથી, તો પાન નિષ્ક્રિય થઇ જશે અને સ્પેસિફાઇડ ટ્રાંજેક્શન કરવા માટે પાનનો ઉપયોગ કરી શકાશે નહી. 

PPF Account: તમારા બેંક ખાતમાં આવી જશે 15 લાખ રૂપિયા, બસ કરી લો આ નાનકડું કામ

તમને જણાવી દઇએ કે ગત મહિને કેંદ્ર સરકારે કોરોના વાયરસ મહામારીને જોતાં પાનને આધાર સાથે જોડવાની સમય સીમા 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી હતી. પહેલાં આ સમય સીમા 31 માર્ચ નિર્ધારિત કરવામાં આવી હતી. પરંતુ પછી તેનો સુધારો કરી 30 જૂન કરી દેવામાં આવી. 

પહેલી રીત
1- સૌથી પહેલાં તમે ઇનકમ ટેક્સની સત્તાવાર વેબસાઇટ પર જાવ. https://www.incometaxindiaefiling.gov.in/home
2- અહીં જમણી તરફ તમને Link Aadhaar નો વિકલ્પ જોવા મળશે. તેને ક્લિક કરો
3- એક નવું પેજ ખુલશે, જ્યાં તમને PAN, AADHAAR અને આધારમાં તમારું નામ જેવું લખ્યું છે, ભરવાનું છે.
4- જો તમે આધાર કાર્ડમાં ફક્ત જન્મનું વર્ષ છે તો 'I have only year of birth in aadhaar card' ના બોક્સને ટિક કરો. 
5- કૈપ્ચા કોડ નાખો અથવા OTP માટે ટિક કરો 
6- લિંક આધારના બટનને ક્લિક કરો, બસ થઇ ગયું તમારું PAN અને Aadhaar લિંક.

બીજી રીત
- તમે PAN અને Aadhaar ને SMS દ્વારા પણ લિંક કરી શકો છો. 
- મોબાઇલના મેસેજ બોક્સમાં જઇને ટાઇપ કરો- UIDPAN<12-digit Aadhaar><10-digit PAN> 
- આ મેસેજને 567678 અથવા 56161 પર મોકલી દો. બસ થઇ ગયું કામ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More