Home> Business
Advertisement
Prev
Next

SBI Alert: એસબીઆઈના ગ્રાહકો માટે મહત્વના સમાચાર! બેંકે શેર કરેલો આ Video ખાસ જુઓ

SBI Alert: અનેકવાર બેંકના નામે ફ્રોડ કોલના કારણે ગ્રાહકોના ખાતા ખાલી જઈ જવાના બનાવ બનતા આપણે જોયા છે. આવામાં એસબીઆઈએ પોતાના ગ્રાહકો માટે એક અલર્ટ જારી કરતો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ અને જુઓ વીડિયો. 

SBI Alert: એસબીઆઈના ગ્રાહકો માટે મહત્વના સમાચાર! બેંકે શેર કરેલો આ Video ખાસ જુઓ

SBI Alert: દેશભરમાંથી ગ્રાહકોના ખાતામાંથી રૂપિયા કાઢવા માટે ફેક કોલ્સના અનેક મામલા સામે આવી રહ્યા છે. હવે ભારતીય સ્ટેટ બેંકે સ્કેમ કોલ્સ મુદ્દે એક જરૂરી અપડેટ શેર કરી છે. બેંકે કહ્યું છે તમારે સમજવું પડશે કે આ એક ખોટો નંબર છે. એસબીઆઈએ કહ્યું કે આવા નંબર પર ક્યારેય કોલ બેક ન કરો કે એવા એસએમએસનો જવાબ ન આપો. કારણ કે તે તમારી પર્સનલ અને ફાઈનાન્શિયલ જાણકારીઓ ચોરી કરી શકે છે. એસબીઆઈએ તેને લઈને 25 સેકન્ડનો એક વીડિયો પણ શેર કર્યો છે. 

fallbacks

એસબીઆઈએ #SafeWithSBI. #CyberJagrooktaDiwas હેશટેગ સાથે 25 સેકન્ડનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. એસબીઆઈના આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે કૌભાંડીઓ લોકોને ઠગવાની કોશિશ કરે છે. લોકો પાસે અવારનવાર એવા ફોન આવતા હોય છે કે તેમનું વીજળી કનેક્શન કાપી નાખવામાં આવશે. ગ્રાહકો પાસે એવા પ્રકારના મેસેજ આવે છે કે 'પ્રિય ગ્રાહક, આજે રાતે 9.30 વાગે વીજળી કાર્યાલયથી તમારી વીજળી આપૂર્તિ કટ કરી નાખવામાં આવશે. કારણ કે તમારા ગત મહિનાનું બિલ અપડેટ કર્યું નથી. કૃપા કરીને અમારા વીજળી કાર્યાલયનો તરત સંપર્ક કરો. આભાર.' 

SBI એ ખોટા નંબર ઓળખવા માટે ટિપ્સ શેર કરી...

- કોઈ ફોન નંબર કે બેંકના ઓફિશિયલ આઈડીથી ન આવેલા મેસેજથી સતર્ક રહેવું. 
- એવા નંબર, જે કોલ કરીને તમને તરત જ કાર્યવાહી કરવાનું કહે તેનાથી સતર્ક રહેવું. 
- કોઈ મેસેજમાં લખાણમાં સ્પેલિંગ કે વ્યાકરણ સંબંધિત ભૂલો હોય તો તેને અવોઈડ કરવો. 
- કોઈ ટ્રાન્ઝેક્શન કરતા પહેલા એકાઉન્ટને વેરિફાય કરો. 

આ Video પણ જુઓ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More