Home> Business
Advertisement
Prev
Next

SBI ના આ દિગ્ગજ સંભાળી શકે છે JET એરવેઝની કમાન, આમનું નામ છે સૌથી આગળ

SBI ના આ દિગ્ગજ સંભાળી શકે છે JET એરવેઝની કમાન, આમનું નામ છે સૌથી આગળ

ભારતીય સ્ટેટ બેંક (SBI)ના પૂર્વ ચેરમેન અરૂણ કુમાર પુરવાર જેટ એરવેઝ (Jet Airways) ના વચગાળાના બોર્ડના પ્રમુખ પદ માટે સંભવિત લોકોની યાદીમાં ટોચના સ્થાને છે. આ જાણકારી આઇએએનએસના સૂત્રો દ્વારા મળી છે. ઘટનાક્રમને નજીક જાણનારાઓના અનુસાર વચગાળા બોર્ડના પ્રમુખ પદ માટે અન્ય નામોમાં જાનકી વલ્લભ અને અરૂંધતી ભટ્ટાચાર્યનું નામ સામેલ છે. બંને એસબીઆઇના પૂર્વ ચેરપર્સન છે. 

fallbacks

Amazon ના 'FAB PHONES FEST' નો આવતીકાલે અંતિમ દિવસ, 40 ટકા સુધી મળશે ડિસ્કાઉન્ટ

બેંકના સૂત્રોએ જણાવ્યું કે પુરવારના બોર્ડના પ્રમુખ બનવાની સંભાવના વધુ છે અને તે જેટ બોર્ડના બે નામોમાંથી એક હોઇ શકે છે. જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલ અને તેમની પત્નીએ સોમવારે રાજીનામું આપ્યા બાદ પદ ખાલી થયા છે. બીજા ખાલી પદ અન્ય ધિરાણકર્તા આઇડીબીઆઇ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક અથવા યસ બેંકમાંથી એક પાસે જઇ શકે છે.

1 મેથી શરૂ થશે Railway ની આ સર્વિસ! રિઝર્વેશન કરનારાઓને થશે ફાયદો

આ પહેલાં એસબીઆઇના નેતૃત્વમાં જેટ એરવેઝના કર્મચારીઓના બાકી પગારને ચૂકવવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે વિચાર-વિમર્શ કરી એક યોજના બનાવી છે. બેંકોના સમૂહને વચગાળાની સમિતિનો ચાર્જ ગ્રહણ કર્યો અને ધિરાણકર્તા દ્વારા એરલાઇનના હાલના મુદ્દાઓના સમાધાન માટે 1500 કરોડ રૂપિયાની ઇમજન્સી રાહત પુરી પાડવામાં આવી છે.

ઇંધણના વધતા જતા ભાવ અને ભારે પ્રતિસ્પર્ધાના લીધે જેટ એરવેઝ ગત 6 મહિનાથી કેશના સંકટ સામે ઝઝૂમી રહી છે. કંપનીએ પટ્ટેદારો, હવાઇઅડ્ડા સંચાલકો અને ઓઇલ કંપનીઓને ચૂકવણી કરવામાં પણ મોડું કર્યું છે. આ ઉપરાંત કંપનીના કાર્યબળના ભાગને ચૂકવવા માટે અને કંપનીના સંચાલનને બનાવી રાખવામાં મહેનત કરવી પડી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More