Home> Business
Advertisement
Prev
Next

SBIએ ATMમાંથી Cash Withdrawalના નિયમમાં કર્યો ફેરફાર, તમારે જાણવા છે જરૂરી

ભારતીય સ્ટેટ બેંક (SBI)એ તેના એટીમએમ (ATM)માંથી કેસ વિડ્રોલ (Cash Withdrwal)ના નિમયોમાં ફેરફાર કર્યો છે. બેંકે આ નિયમોને 18 સપ્ટેમ્બરથી લાગુ કર્યા હતા. જેના વિશે બે વખત ટ્વીટ કરી ગ્રાહકોને જાણ કરી હતી. ફસ્ટિવલ સીઝનના કારણે મોટાભાગના લોકો બેંકના એટીએમથી કેસ ઉપાડી રહ્યાં છે. એવામાં ગ્રાહકોને જાણકારી આપવા માટે બેંકે તેને લાગુ કરેલા નિયમો વિશે ફરી એકવાર સાવચેત કર્યા છે.

SBIએ ATMમાંથી Cash Withdrawalના નિયમમાં કર્યો ફેરફાર, તમારે જાણવા છે જરૂરી

નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેંક (SBI)એ તેના એટીમએમ (ATM)માંથી કેસ વિડ્રોલ (Cash Withdrwal)ના નિમયોમાં ફેરફાર કર્યો છે. બેંકે આ નિયમોને 18 સપ્ટેમ્બરથી લાગુ કર્યા હતા. જેના વિશે બે વખત ટ્વીટ કરી ગ્રાહકોને જાણ કરી હતી. ફસ્ટિવલ સીઝનના કારણે મોટાભાગના લોકો બેંકના એટીએમથી કેસ ઉપાડી રહ્યાં છે. એવામાં ગ્રાહકોને જાણકારી આપવા માટે બેંકે તેને લાગુ કરેલા નિયમો વિશે ફરી એકવાર સાવચેત કર્યા છે.

fallbacks

આ પણ વાંચો:- ટૂ-વ્હીલર્સ પર આ દિવાળીએ મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ, આટલા રૂપિયાનો થઇ શકે છે ફાયદો

આ રીતે થયો ATMથી પૈસા કાઢવાના નિમયમાં ફેરફાર
બેંકના તમામ એટીએમ પર કોઈપણ સમયે 10 હજારથી વધારે રૂપિયાનો ઉપાડ ઓટીપી દ્વારા થશે, જે ગ્રાહકના એટીએમ કાર્ડ સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. બેંકે આ વર્ષે જાન્યુઆરીમાં રાત 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા દરમિયાન ગ્રાહકોને આ સુવિધા આપી હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે, અનધિકૃત વ્યવહારોની સંખ્યાને ઘટાડવા માટે ઓટીપી-વેરિફાયડ એટીએમ ટ્રાન્જેક્શનની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો:- તહેવાર પહેલા સસ્તુ થયું ડ્રાય ફ્રૂટ્સ, જાણો કાજુ, બદામ, સુકી દ્રાક્ષના નવા ભાવ

સેવાઓનો લાભ કોણ ઉઠાવી શકે છે?
આ સુવિધા તે વ્યવહાર માટે લાગુ નહીં થાય, જ્યાં સ્ટેટ બેંકનું કાર્ડ ધારક બીજી બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડે છે. કારણ કે એસબીઆઇના જણાવ્યા મુજબ આ કાર્યક્ષમતા નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ (એનએફએસ)માં વિકસિત નથી. એનએફએસએ દેશનો સૌથી મોટો ઇન્ટરઓએરેબલ એટીએમ નેટવર્ક છે અને તે 95 ટકાથી વધુ સ્થાનિક ઇન્ટરબેંક એટીએમ ટ્રાન્ઝેક્શનનું સંચાલન કરે છે.

આ પણ વાંચો:- કરોડોનું ટર્ન ઓવર કરતી મલાઇદાર અમૂલની સત્તા માટે રાજકીય પક્ષો એડીચેટીનું જોર લગાવી રહ્યાં છે

SBO OTP સેવા પર રોકડ કેવી રીતે ઉપાડવી?
એકવાર જ્યારે કાર્ડધારક 10 હજાર રૂપિયાથી વધારેની રમક ઉપાડવા ઇચ્છે છે, ત્યારે એટીએમ સ્ક્રીન પર એક ઓટીપી વિન્ડો જોવા મળશે. આ ઓટીપી વિન્ડોમાં વ્યવહારને પૂરા કરવા માટે ગ્રાહકે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત ઓટીપી નોંધવાનો રહેશે. ત્યારબાદ ગ્રાહક એટીએમથી 10 હજાર રૂપિયાથી વધારે રમક ઉપાડી શકશે. તેનો અર્થ છે કે, એટીએમ પર પૈસા ઉપાડવા માટે ગ્રાહકના પાસ કાર્ડ ઉપરાંત મોબાઇલ પણ હોવો જોઇએ. જેની પર તેને ઓટીપી મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More