Home> Business
Advertisement
Prev
Next

SBIએ વધાર્યુ FD પરનું વ્યાજ, નવા દર અને તમામ વિગતો જાણવા માટે કરો ક્લિક

હાલમાં એસબીઆઇએ પોતાના કરોડો ગ્રાહકો માટે નવી ખાસ સુવિધા શરૂ કરી છે

SBIએ વધાર્યુ FD પરનું વ્યાજ, નવા દર અને તમામ વિગતો જાણવા માટે કરો ક્લિક

નવી દિલ્હી : દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) પરના વ્યાજ દરમાં વધારાની જાહેરાત કરી છે. બેન્કે 1 કરોડ રૂપિયાથી ઓછી રકમની એફડી પર મળતા વ્યાજ દરમાં 0.05 ટકાથી 0.10 ટકા વધારો કર્યો છે. નવા દરોનો ફાયદો 1થી 10 વર્ષ સુધીની મુદતની એફડી પર મળશે. વ્યાજ દર 30 જુલાઇ, 2018થી અમલમાં આવ્યો છે. સ્ટેટ બેન્કે 1 કરોડ રૂપિયાથી ઓછી રકમની જમા પર મળતા વ્યાજ દરમાં 5 બેઝિસ પોઇન્ટથી લઇને 10 બેઝિસ પોઇન્ટ સુધી વધારો કર્યો છે. 

fallbacks

fallbacks

બેંકે 1 કરોડથી રૂ.10 કરોડ સુધીની ડિપોઝિટની એફડી પર કેટલીક મુદતો પર વ્યાજ દર ઘટાડ્યા છે જ્યારે કેટલીક મુદતો માટે વધાર્યા છે. સૌથી વધુ 0.60 ટકાનો વધારો 5 વર્ષથી લઇને 10 વર્ષ સુધીની એફડી પર કરવામાં આવ્યો છે. નવા વ્યાજ દર આ પ્રકારે છે. નવા વ્યાજદર નીચે પ્રમાણે છે.

fallbacks

બેંક દ્વારા 10 કરોડથી વધુ રકમની FD માટે પણ વ્યાજ દરમાં વધારો અને ઘટાડો બંને કરવામાં આવ્યા છે. અલગ અલગ મુદતો માટે નવા વ્યાજ દર આ પ્રમાણે છે.

fallbacks

નોંધનીય છે કે એસબીઆઇએ પોતાના કરોડો ગ્રાહકો માટે નવી ખાસ સુવિધા શરૂ કરી છે. બેંક તરફથી શરૂ કરવામાં આવેલી આ સુવિધામાં સૌથી વધારે ફાયદો નેટબેન્કિંગનો ઉપયોગ કરતા ગ્રાહકોને મળશે. આ સુવિધાથી તમે નેટ બેન્કિંગથી ગણતરીની મિનિટોમાં બેલેન્સ ટ્રાન્સફર કરી શકશો. બેંકની આ સુવિધા 21 જુલાઈથી શરૂ થઈ જશે. બેંકે પોતાની આ સુવિધાનું નામ 'ક્વિક ટ્રાન્સફર' રાખ્યું છે. આ સુવિધાથી તમે કોઈપણ વ્યક્તિને ઓનલાઇન પૈસા મોકલતા હો તો એની વિગતો બેનિફિશિયરીમાં એડ કરવાની જરૂર નથી. તમે આ વિગતો ભર્યા વગર એક વખતમાં 10 હજાર રૂ. તેમજ એક દિવસમાં 25 હજાર રૂ. સુધી પૈસા ટ્રાન્સફર કરી શકો છો. 

બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More