Home> Business
Advertisement
Prev
Next

SBI ગ્રાહક આ દિવસે નહી કરી શકે નેટ બેકિંગનો ઉપયોગ, પહેલાં જ પતાવી દેજો બધા કામ

દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંક (SBI)એ ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. તહેવારોની સીઝનમાં એક દિવસ માટે તમામ પ્રકારની ઓનલાઇન બેકિંગ સેવાઓનો ઉપયોગ ગ્રાહકો કરી શકશે નહી. જોકે એટીએમનો ઉપયોગ કરતાં કેશ ઉપાડી શકશે. 

SBI ગ્રાહક આ દિવસે નહી કરી શકે નેટ બેકિંગનો ઉપયોગ, પહેલાં જ પતાવી દેજો બધા કામ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંક (SBI)એ ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. તહેવારોની સીઝનમાં એક દિવસ માટે તમામ પ્રકારની ઓનલાઇન બેકિંગ સેવાઓનો ઉપયોગ ગ્રાહકો કરી શકશે નહી. જોકે એટીએમનો ઉપયોગ કરતાં કેશ ઉપાડી શકશે. 

fallbacks

બેંકે કર્યું ટ્વીટ
બેંકે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરતાં કહ્યું કે રવિવારે 8 નવેમ્બરના રોજ 2020ના રોજ નેટ બેકીંગ, એપ અને યૂપીઆઇ જેવી સેવાઓ બંધ રહેશે. જોકે એટીએમમાંથી તમામ પ્રકારના ટ્રાંજેક્શન થઇ શકશે. બેંક ગ્રાહકો સારો અનુભવ આપવા માટે પોતાના ઇન્ટરનેટ બેકિંગ પ્લેટફોર્મને અપડેટ કરી રહી છે. તેના લીધે આખો દિવસ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

પતાવી દો પહેલાં જ બધા ટ્રાંજેક્શન
બેંકએ ખાતાધારકોને પહેલાંથી જ આ વિશે જાણકારી આપી છે, જેથી લોકો પોતાની જરૂરિયાત અનુસાર પહેલાં જ નેટ બેકિંગ સાથે જોડાયેલા કામોને પતાવી શકે અને તેમનું કામ બેંકના નેટ બેકિંગ સર્વિસ પ્રભાવિત થવાના કારણે અટકે નહી. 

YONO એપ પર પણ પડશે અસર
આ અપડેશનની અસર યોનો એપ અને યોનો લાઇટ એપ પર પણ પડશે, કારણ કે અહીં પણ તમામ સેવાઓ પ્રભાવિત રહેશે. એવામાં ગ્રાહક પહેલાંથી જ તમામ તૈયારીઓ કરી લે અને જરૂરી કામોને આજે જ પુરા કરી લે. 

બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More