Home> Business
Advertisement
Prev
Next

SBIએ લોન્ચ કરી 2 શાનદાર ડિપોઝિટ સ્કીમ, બનાવશે 'હર ઘર લખપતિ'! સિનિયર સિટીઝનને મોટો ફાયદો

SBI New Deposit Schemes: ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ તેમના કસ્ટમર્સ માટે 2 નવી ડિપોઝિટ સ્કીમ લોન્ચ કરી છે. તેમાં 1 RD સ્કીમ 'હર ઘર લખપતિ' અને FD સ્કીમ 'SBI પેટ્રોન્સ' સામેલ છે.

SBIએ લોન્ચ કરી 2 શાનદાર ડિપોઝિટ સ્કીમ, બનાવશે 'હર ઘર લખપતિ'! સિનિયર સિટીઝનને મોટો ફાયદો

SBI New Deposit Schemes: ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ તેમના કસ્ટમર્સ માટે 2 નવી ડિપોઝિટ સ્કીમ લોન્ચ કરી છે. તેમાં 1 RD સ્કીમ 'હર ઘર લખપતિ' અને FD સ્કીમ 'SBI પેટ્રોન્સ' સામેલ છે.

fallbacks

નાણાકીય સુરક્ષાની વ્યાપક આકાંક્ષાને ધ્યાનમાં રાખીને SBIએ એક નિવેદનમાં જણાવ્યું કે, 'હર ઘર લખપતિ' એક પૂર્વ ગણતરી રિકરિંગ જમા યોજના છે, જે ગ્રાહકોને 1,00,000 રૂપિયા અથવા તેના ગુણાંકમાં જમા કરાવવામાં મદદ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. બેન્કે જણાવ્યું કે, આ પ્રોડક્ટ નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે, જેનાથી ગ્રાહકો અસરકારક રીતે યોજના બનાવી શકે છે અને બચત કરી શકે છે.

શું છે SBI પેટ્રોન્સ?
આ ઉપરાંત બેન્કે 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે ખાસ ફિક્સ ડિપોઝિટ સ્કીમ 'SBI પેટ્રોન્સ' પણ રજૂ કરી છે. તે ઘણા વરિષ્ઠ ગ્રાહકોના બેન્ક સાથે લાંબા સમયથી ચાલતા સંબંધોને ધ્યાનમાં રાખીને વધેલા વ્યાજ દરો ઓફર કરે છે. 'SBI પેટ્રોન' હાલના અને નવા બન્ને ફિક્સ્ડ ડિપોઝિટ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.

​​યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના જીવનમાં ઉથલપાથલ! શું બન્નેના થશે છૂટાછેડા?

સિનિયર સિટીઝનને મળશે 0.1 ટકા વધુ વ્યાજ
'SBI પેટ્રોન્સ' જમાકર્તાઓને વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતા વ્યાજ દરની સરખામણીમાં 0.1 ટકા વધુ વ્યાજ મળશે, જ્યારે રિકરિંગ ડિપોઝિટ સ્કીમ ફિક્સ ડિપોઝિટ પર ઓફર કરવામાં આવતા દરો સમાન હશે. હાલમાં એક વર્ષથી વધુ સમયગાળા માટે ફિક્સ્ડ ડિપોઝિટનો દર 6.80 ટકા, બે વર્ષથી વધુ સમયગાળા માટે સાત ટકા, 3 વર્ષથી વધુ અને 5 વર્ષથી ઓછી મુદત માટે 6.75 ટકા અને 5-10 વર્ષ માટે 6.5 ટકા છે. રિકરિંગ ડિપોઝિટનો ન્યૂનતમ સમયગાળો 12 મહિના (એક વર્ષ) અને મહત્તમ સમયગાળો 120 મહિના (10 વર્ષ) છે.

બેન્કના ઇનોવેશનને પ્રાથમિકતા

SBIની જમારાશિમાં લગભગ 23 ટકા બજાર હિસ્સો છે. આ નવીન ઓફરો બેન્કના ઇનોવેશનને પ્રાથમિકતા આપવા અને ડિપોઝિટમાં તેના બજાર નેતૃત્વને મજબૂત કરવાનો સંકલ્પને દર્શાવે છે.

પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!

SBIના ચેરમેન સીએસ સેટ્ટીએ જણાવ્યું કે, "અમારો ઉદ્દેશ્ય ધ્યેયલક્ષી ડિપોઝિટ પ્રોડક્ટ્સ બનાવવાનો છે જે માત્ર નાણાકીય વળતર જ નહીં પરંતુ અમારા ગ્રાહકોની આકાંક્ષાઓ સાથે અનુરૂપ પણ રહે. અમે પરંપરાગત બેન્કિંગને વધુ સમાવિષ્ટ અને અસરકારક બનાવવા માટે ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ."

આ વચ્ચે બેન્કે પ્રવાસી ભારતીયો (NRI) માટે NRI અને NOR ખાતા ખોવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે TAB આધારિત એન્ડ-ટૂ એન્ડ ડિજિટલ ઓન-બોર્ડિન્ગ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે.

ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?

આ પહેલ SBIની ભારતમાં શાખાઓ અને પસંદગીની વિદેશી ઓફિસોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં એકાઉન્ટ ખોલવાની કાર્યક્ષમતા અને સુવિધા વધારવા માટે ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે તમને મોટો ફાયદો કરાવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More