Home> Business
Advertisement
Prev
Next

SBIએ લોન્ચ કરી ડેબિટ કાર્ડ પર EMIની સુવિધા, આ રીતે ચેક કરો એલિજિબિલીટી

આ સુવિધાના લાભ ત્યારે ઉઠાવી શકાશે, જ્યારે ગ્રાહક પાઇન લેબની POS મશીનથી સ્વાઇપ કરશે.
 

SBIએ લોન્ચ કરી ડેબિટ કાર્ડ પર EMIની સુવિધા, આ રીતે ચેક કરો એલિજિબિલીટી

નવી દિલ્હીઃ જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો તો તમારા માટે ખુશખબર છે. જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી બેન્કે ડેબિટ કાર્ડ પર EMIની સુવિધા શરૂ કરી છે. સ્ટેટ બેન્કના વર્તમાન ગ્રાહક આ સેવાનો લાભ ઉઠાવી શકે છે. પરંતુ આ સુવિધાના લાભ ત્યારે ઉઠાવી શકાશે, જ્યારે ગ્રાહક પાઇન લેબની POS મશીનથી સ્વાઇપ કરશે. એસબીઆઈ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, દેશભરમાં 40 હજારથી વધુ વ્યાપારી આ પીઓએસ મશીનનો ઉપયોગ કરી રહ્યાં છે. 

fallbacks

SBIની અખબારી યાદી પ્રમાણે, તેમાં ગ્રાહકોએ ન તો પ્રોસેસિંગ ફી આપવી પડશે અને ન તો ડોક્યૂમેન્ટ વેરિફિકેશનનું કામ હશે. બેન્ક પોતાના ગ્રાહકોને 6-18 મહિનાની ઈએમઆઈની સુવિધા આપી છે. આ સિવાય એસબીઆઈ કાર્ડ હોલ્ડર કંઝ્યુમર ડ્યૂરેબલ ગુડ્સ માટે પણ લોન લઈ શકે છે. મતલબ, ઈએમઆઈ પર ડેબિટ કાર્ડની મદદથી ફ્રીઝ, વોશિંગ મશીન, અને એસી જેવો સામાન ખરીદી શકે છે. 

કેટલા દિવસ બાદ શરૂ થશે EMI?
ટ્રાન્ઝેક્શન પૂરુ થયાના એક મહિના બાદ ઈએમઆઈ શરૂ થશે. અખબારી યાદી પ્રમાણે, જે ગ્રાહકોનો રેટિંગ સ્કોર સારો છે, તેને લોન મળવામાં કોઈ મુશ્કેલી નથી. બેન્ક મેસેજ અને મેલના માધ્યમથી પોતાના ગ્રાહકોને તેના વિશે જાણકારી આપતા રહેશે. 

આ રીતે ચેક કરો એલિજિબિલીટી 
એલિજિબિલીટીની તપાસ કરવા માટે ગ્રાહક બેન્કમાં રજીસ્ટર નંબરથી ટાઇપ કરે, DCEMI અને 567676 પર મોકલી આપે. 

વાંચો બિઝનેસના અન્ય સમાચાર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More