Home> Business
Advertisement
Prev
Next

SBIની લોકરને લઈ મહત્વની જાહેરાત, 30 તારીખથી બદલી જશે આ નિયમ, યાદ રાખજો તારીખ

SBI Locker Rules: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ખાતું ધરાવતા કરોડો ગ્રાહકો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે.  દેશની સરકારી બેન્કમાં ખાતું ધરાવતા લોકો માટે 30 જૂનની તારીખ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 

SBIની લોકરને લઈ મહત્વની જાહેરાત, 30 તારીખથી બદલી જશે આ નિયમ, યાદ રાખજો તારીખ

SBI Locker Rules: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ખાતું ધરાવતા કરોડો ગ્રાહકો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે.  દેશની સરકારી બેન્કમાં ખાતું ધરાવતા લોકો માટે 30 જૂનની તારીખ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 30 જૂનથી બેન્ક તેના લોકર માટેના નિયમો બદલવા જઈ રહી છે. તેની અસર કરોડો લોકોને થશે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 30 જૂનથી બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેન્કે એક એડવાઈઝરી જાહેર કરી છે. બેન્કે ખાતાધારકોને કહ્યું છે કે 30 જૂન 2023 સુધીમાં રિવાઈઝ્ડ લોકર એગ્રીમેન્ટ પર લોકોને સહી કરવા અપીલ કરી છે. 

fallbacks

આ પણ વાંચો:

રીસેલમાં ઘર ખરીદતા પહેલા ચેક કરો વીજળીનું બિલ, ઘર લેનાર માટે SCનો મહત્વનો નિર્ણય

આ વનસ્પતિની ખેતી કરી બનો કરોડપતિ, 20,000 રૂપિયા પ્રતિ કિલો વેંચાય છે આ વસ્તુ

કરોડો ગ્રાહકોને ઝટકો, SBI સહિત આ બેન્કોમાં 2000 ની નોટ બદલવા માટે આપવો પડશે ચાર્જ

બેન્કે ખાતેદારોને નવા લોકર એગ્રીમેન્ટ પર સહી કરવા જણાવ્યું છે. નવા લોકર કરાર માટે લોકોએ તેમની બેન્ક શાખાનો સંપર્ક કરવાનો છે.  એસબીઆઈ જ નહીં પરંતુ બેન્ક ઓફ બરોડાના ગ્રાહકોને પણ લોકર કરાર પર સહી કરવાનું લોકોને કહ્યું છે. 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર મુજબ તમામ બેન્કોએ લોકર સંબંધિત નિયમો અને એગ્રીમેન્ટ વિશે ગ્રાહકોને માહિતી આપવાની રહેશે. સાથે જ એ સુનિશ્ચિત કરવું પડશે કે 50 ટકા ખાતેદારોના એગ્રીમેન્ટ 30 જૂન સુધીમાં અને 75 ટકા 30 સપ્ટેમ્બર સુધીમાં સુધારી લેવામાં આવે. બેન્કના સુધારેલા નિયમો અનુસાર જો આગ, ચોરી, ઘરફોડ, લૂંટ કે બેન્કની બેદરકારી અથવા બેન્કના કર્મચારીઓ તરફથી કોઈ દુર્ઘટના બને તો બેન્ક તરફથી ખાતેદારને વળતર આપવામાં આવશે. આ વળતર લોકરના વાર્ષિક ભાડાનું 100 ગણું હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More