નવી દિલ્હીઃ શું તમે પણ સસ્તી પ્રોપર્ટી શોધી રહ્યાં છો? જો તમારો જવાબ હા છે તો ભારતીય સ્ટેટ બેન્ક (State Bank Of India) તમને સસ્તી પ્રોપર્ટી ખરીદવાની એક શાનદાર તક આપી રહી છે. આ હરાજીમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રિયલ દરેક પ્રકારની પ્રોપર્ટી ખરીદવાની તક મળી શકે છે. બની શકે કે આ હરાજીમાં તમારૂ ઘર ખરીદવાનું સપનું પૂરૂ થઈ જાય તે પણ સસ્તા ભાવ પર. આ હરાજીમાં કાર પણ વેચવામાં આવશે, તે પણ ઓછા ભાવ પર. જો તમે પણ પૈસા ઓછા હોવાને કારણે ઘર લઈ શકતા નથી કે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરી શકતા નથી તો એકવાર આ હરાજીમાં ભાગ જરૂર લો.
કઈ પ્રોપર્ટીની થશે હરાજી?
હકીકતમાં આ હરાજી હેઠળ બેન્ક તે પ્રોપર્ટીની હરાજી કરશે, જેને લઈને કોઈ ડિફોલ્ટ થયું હોય અને બેન્ક પોતાની લોનની રકમ વસૂલ ન કરી શકી હોય. મહત્વનું છે કે ઘણી પ્રોપર્ટી માટે લોકો લોન લે છે અથવા પ્રોપર્ટીની ગેરંટી પર લોન લે છે અને લોન ન ચુકવવા પર બેન્ક તેની પ્રોપર્ટી જપ્ત કરી લે છે. મહત્વનું છે કે ભારતીય સ્ટેટ બેન્ક પોતાના તરફથી સમયે-સમયે આવી પ્રોપર્ટીની હરાજી કરતું રહે છે.
આ પણ વાંચોઃ FREEમાં માત્ર Aadhar Cardથી 2 મિનિટમાં ઈશ્યુ થશ PAN Card, આ છે રીત
ખુદ એસબીઆઈએ ટ્વીટ કરી આપી જાણકારી
Looking for properties to invest? ! Register for SBI Mega E-Auction: https://t.co/ndlGZhxWVw#SBI #StateBankOfIndia #Auction #Properties pic.twitter.com/QC6kvqoxbg
— State Bank of India (@TheOfficialSBI) December 19, 2020
ક્યારે થશે હરાજી
ભારતીય સ્ટેટ બેન્ક તરફથી થનારી આ હરાજીની પ્રક્રિયા 30 ડિસેમ્બરે થશે. હરાજી માટે વધુ જાણકારી તમે નીચે આપેલી લિંક પરથી પ્રાપ્ત કરી શકો છો.
- bankeauctions.com/Sbi
- sbi.auctiontiger.net/EPROC/
- ibapi.in
- mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે