Home> Business
Advertisement
Prev
Next

Fordની કાર પર SBIની ઓફર, ગ્રાહકોને એક સાથે મળશે ઘણા ફાયદા


જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો ભારતીય સ્ટેટ બેન્ક તમારા માટે ખાસ ઓફર લઈને આવી છે. 

Fordની કાર પર SBIની ઓફર, ગ્રાહકોને એક સાથે મળશે ઘણા ફાયદા

નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. હકીકતમાં દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈ લગ્ઝરી કાર કંપની ફોર્ડની Freestyle ગાડી બુકિંગ પર ઘણા પ્રકારની ઓફર આપી રહી છે. 

fallbacks

શું છે ઓફર
એસબીઆઈના ટ્વીટર એકાઉન્ટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે જો તમે એસબીઆઈની એપ YONO દ્વારા ફોર્ડ Freestyle ગાડીનું બુકિંગ કરો છો તો 8,586 રુપિયા સુધીનો સામાન ફ્રી મળશે. આ સિવાય ગાડી ખરીદવા માટે ઓટો લોનનું વિચારી રહ્યાં છો તો તમે બેન્ક 7.50 ટકા વ્યાજ પર લોન આપશે. આ ઓટો લોનની ખાસ વાત છે કે તત્કાલ અપ્રૂવ થશે અને કોઈ પ્રોસેસિંગ ફી પણ ભરવી પડશે નહીં. 

શું છે શરત
પરંતુ આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે તમારે સૌથી પહેલા SBI YONO ડાઉનલોડ કરીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ એપ પર લોગિન કરો. આગામી સ્ટેપ્સમાં તમારે ઓટોમોબાઇલ વિકલ્પ પર ક્લિક કરવું પડશે. અહીં તમને ફોર્ડનો વિકલ્પ મળશે. ત્યારબાદ ગાડીનું બુકિંગ કરી તમે ઓફરનો લાભ મેળવી શકો છો.

 શેરબજાર પર રિઝર્વ બેન્કના ગવર્નરની મોટી ચેતવણી, જાણો શું કહ્યું   

તમને જણાવી દઈએ કે ગાડીની સેલ, ક્વોલિટી, ફીચર્ચ સહિત અન્ય વાતોની જવાબદારી ફોર્ડની હશે. એસબીઆઈએ સ્પષ્ટ રીતે કહ્યું કે, તેની જવાબદારી બેન્કની રહેશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More