Home> Business
Advertisement
Prev
Next

RBI એ કરોડો દેશવાસીઓને આપી મોટી ખુશખબર! હવે ઘર કે ગાડી લેવામાં નહીં પડે તકલીફ

RBI MPC Meeting: સતત બીજીવાર પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દેશવાસીઓના હિતમાં લીધો છે આ મોટો નિર્ણય. બેંકના આ નિર્ણયથી કરોડો દેશવાસીઓને મળશે મોટો લાભ.

RBI એ કરોડો દેશવાસીઓને આપી મોટી ખુશખબર! હવે ઘર કે ગાડી લેવામાં નહીં પડે તકલીફ

Reserve Bank of India: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે ફરી એકવાર કરોડો દેશવાસીઓને ખુશખબરી આપી છે. જેને કારણે ઘર કે ગાડી લેવામાં હવે નહીં પડે તકલીફ. ઉલ્લેખનીય છેકે, આજે RBI ની મોનિટરી પોલીસી કમિટી Monetary Policy Committee એટલેકે MPC ની મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે દેશવાસીઓને ફરી મોટી રાહત આપી છે. આરબીઆઈના આ નિર્ણયથી કરોડો ગ્રાહકોને તેનો લાભ મળશે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસી કમિટી (એમપીસી મીટિંગ)માં લેવાયેલા નિર્ણયનો ઉલ્લેખ કરતા કહ્યું કે રેપો રેટ સર્વસંમતિથી 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.

fallbacks

Repo Rate Unchanged: જો તમે બેંક દ્વારા વ્યાજ દરમાં વધારાથી ચિંતિત છો, તો આ સમાચાર તમને રાહત આપશે. 43મી મોનેટરી પોલિસી રિવ્યુ મીટીંગ (MPC મીટીંગ)માં ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સતત બીજી વખત છે જ્યારે રેપો રેટ જૂના સ્તરે જ રહ્યો છે. અગાઉ એપ્રિલમાં મળેલી MPCની બેઠકમાં રેપો રેટને 6.5 ટકાના સ્તરે યથાવત રાખવામાં આવ્યો હતો.

મોનેટરી પોલિસી કમિટીની બેઠક (MPC મીટિંગ)માં લેવાયેલા નિર્ણયનો ઉલ્લેખ કરતા RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટ સર્વસંમતિથી 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વધતા મોંઘવારી દરને નિયંત્રિત કરવા માટે આરબીઆઈએ મે 2022થી રેપો રેટમાં અઢી ટકાનો વધારો કર્યો છે. ગયા વર્ષે 4 ટકાના દરે ચાલતો રેપો રેટ આ વખતે વધીને 6.5 ટકા થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More