Share Market Update: શેર માર્કેટમાં રોકાણ કરતાં રોકાણકરો માર્કેટ સાથે જોડાયેલા તમામ પાસાઓ પર નજીકથી નજર રાખે છે. તેમાં કંપનીઓનો નોફ અને નુકસાન પણ સામેલ છે. સાથે જ કઇ કંપનીના શેરમાં કેટલો ઘટાડો આવ્યો છે, તેની પણ જાણકારી રોકાણકારો રાખે છે. સાથે કયા શેરમાં રોકાણ કરવા માટે તેના માર્કેટ કેપ પણ ઘણું મહત્વ રાખે છે. આ વચ્ચે સેન્સેક્સના ટોપ 10 માંથી નવ કંપનીઓના માર્કેટ કેપમાં ગત સપ્તાહ 2.98 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો. સૌથી વધુ લાભમાં રિયાલન્સ ઇન્ડસ્ટ્રી અને ટાટા કન્સલ્ટેન્સી સર્વિસિસ રહી.
ટોપ પર રિલાયન્સ
ગત સપ્તાહ બીએસઈના 30 શેરનો સેન્સેક્સ 2,311.45 પોઇન્ટ અથવા 4.29 ટકાના લાભમાં રહ્યો. ટોપ 10 કંપનીઓની યાદીમાં માત્ર જીવન વીમા નિગમના માર્કેટ કેપમાં ઘટાડો આવ્યો. કુલ મળીને ટોપ 10 માંથી 9 કંપનીઓના માર્કેટ કેપમાં 2,98,523.01 કરોડ રૂપિયાનો વધારો થયો. સમીક્ષા હેઠળ સપ્તાહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો માર્કેટ કેપ 68,564.65 કરોડ રૂપિયા વધી 16,93,245.73 કરોડ રૂપિયા પર પહોંચી ગયો.
New Guideline: સિગરેટ-તમાકુનું સેવન કરનારા જાણી લો સરકારની નવી ગાઈડલાઈન, કેમ કરાયો ફેરફાર?
ઇન્ફોસિસનું રહ્યું આ સ્થાન
ત્યારે ટીસીએસના માર્કેટ મૂલ્યાંકનમાં 64,929.87 કરોડ રૂપિયાનો વધારો થયો અને તે 11,60,285.19 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. આઇસીઆઇસીઆઇ બેંકની બજાર સ્થિતિ 34,028.7 કરોડ રૂપિયા વધીને 5,56,526.81 કરોડ રૂપિયા થઈ ગઈ. ઇન્ફોસિસના બજાર મુલ્યાંકનમાં 31,893.77 કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો અને તે 6,33,793.9 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. ભારતીય સ્ટેટ બેંકની બજાર સ્થિતિ 30,968.4 કરોડ રૂપિયા વધીને 4,58,457.30 કરોડ રૂપિયા થઈ ગઈ.
Business Ideas: ચાલુ નોકરીએ ઇન્વેસ્ટમેન્ટ વગર શરૂ કરો આ બિઝનેસ, ફાયદો જ ફાયદો
એચડીએફસીનો આ રહ્યો આંકડો
આ ઉપરાંત બજાર ફાઈનાન્સનું મૂલ્યાંકન 20,636.69 કરોડ રૂપિયાના વધારા સાથે 3,78,774.69 કરોડ રૂપિયા અને હિન્દુસ્તાન યૂનિલીવર 16,811.32 કરોડ રૂપિયાની વૃદ્ધિ સાથે 6,20,362.58 કરોડ રૂપિયા પહોંચી ગયું. સાથે જ એચડીએફસી બેંકનો માર્કેટ કેપ 16,110.37 કરોડ રૂપિયા વધીને 7,73,770.09 કરોડ રૂપિયા પર અને એચડીએફસી 14,579.24 કરોડ રૂપિયાના ઉછાળા સાથે 4,16,701.23 કરોડ રૂપિયા રહ્યું.
રણવીરના રવાડે ચડ્યો આ સ્ટાર ખેલાડીનો પતિ, પત્નીએ જ ક્લિક કરી ન્યૂડ તસવીર
આ છે ટોપ 10
ત્યારે બીજી તરફ એલઆઇસીનો માર્કેટ કેપ 12,396.99 કરોડ રૂપિયા ઘટી 4,35,760.72 કરોડ રૂપિયા થઈ ગયો. ટોપ 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પહેલા સ્થાને છે. ત્યારબાદ ક્રમશ: ટીસીએસ, એચડીએફસી બેંક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યૂનિલીવર, આઇસીઆઇસીઆઇ બેંક, એસબીઆઇ, એલઆઇસી, એચડીએફસી અને બજાજ ફાઇનાન્સનું સ્થાન રહ્યું. (ઇનપુટ: ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે