મુંબઇ: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસ સોમવારે દેશના મુખ્ય શેર બજારમાં શરૂઆતના વેપારમાં મજબૂતી જોવા મળી. 30 પોઇન્ટનો ઇન્ડેક્સ સેન્સેક્સ 135.59 પોઇન્ટની મજબૂતી સાથે 37,485.92 પર ખુલ્યો. તે જ સમયે, 50 પોઇન્ટનો નિફ્ટી 47 પોઇન્ટના વધારા સાથે 11,094.80 પર ખુલ્યો. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ સવારે 10.25 વાગ્યે 306.4 પોઇન્ટના વધારા સાથે 37656.73 ના સ્તરે કારોબાર કરતો જોવા મળ્યો હતો. આ સમયે, નિફ્ટી 72.35 પોઇન્ટના વધારા સાથે 11120.15 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
આ પણ વાંચો:- આ કિંમતમાં મળશે 7 સીટર Renault Triber, 28 ઓગસ્ટે થશે લોન્ચ
એશિયા અને અમેરિકાના બજારમાં તેજી
આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 39 પોઇન્ટના વધારા સાથે 37350 પર બંધ થયો અને નિફ્ટી પણ 18 પોઇન્ટની મજબૂતી સાથે 11048ના સ્તર પર બંધ થયો હતો. સોમવારે શેર માર્કેટને એશિયા અને અમેરિકાના બજામાં આવેલી તેજીથી મજબૂતી મળી રહી છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં ફોર્જ મોટર્સ, ગોડફ્રે ફિલિપ્સ, સ્પાઈસ જેટ, વેસ્ટલાઇફ, ડીએચએફએલના શેરમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટીમાં ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, સન ફાર્મા, ટાઇટન, યુપીએલ, જેએસડબ્લ્યુ સ્ટીલના શેરમાં તેજીનો માહોલ છે.
આ પણ વાંચો:- પેટ્રોલના ભાવ સતત બીજા દિવસે ઘટાડો, ડીઝલનો ભાવ ત્રીજા દિવસે ઘટ્યો
રૂપિયો 71.17ના સ્તર પર
સોમવારે રૂપિયો થોડી નબળાઇ સાથે ખુલ્યો. રૂપિયો લગભગ 2 પૈસાની નબળાઇ સાથે 71.17ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આ પહેલા શુક્રવારે રૂપિયો 13 પૈસાની મજબૂતી સાથે 71.15ની આસપાસ બંધ થયો હતો.
જુઓ Live TV;-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે