Home> Business
Advertisement
Prev
Next

RBIની કડકાઈથી NBFC કંપનીઓના શેર ધડામ, સેન્સેક્સને 400 પોઇન્ટનો આંચકો 

રિઝર્વ બેંકે સોમવારે નોન બેંકિગ ફાઇનાન્શિયલ સર્ટિફિકેટ (NBFC) પર ગાળિયો કસી લીધો છે 

RBIની કડકાઈથી NBFC કંપનીઓના શેર ધડામ, સેન્સેક્સને 400 પોઇન્ટનો આંચકો 

નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સોમવારે નોન બેંકિગ ફાઇનાન્શિયલ સર્ટિફિકેટ (NBFC) પર ગાળિયો કસી લીધો છે. આરબીઆઇએ આ કંપનીઓને રિસ્ક પર કામ કરવા માટે કેટલાક દિશા નિર્દેશ કર્યા છે. મુંબઈ શેરબજારનો સુચકાંક બપોર પછી લગભગ 400 પોઇન્ટ ઘટીને  34000 પોઇન્ટ નીચે ચાલ્યો ગયો હતો. વિદેશી રોકાણકાર સતત રોકાણ પાછું ખેંચી રહ્યો છે અને રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. આની સીધી અસર શેરબજાર પર પડી રહી છે. એનબીએફસી DHFLના શેર 16%  સુધી નીચે ચાલ્યા ગયા છે અને પછી એમાં તીવ્ર સુધારો થયો છે.

fallbacks

મુંબઈ શેરબજારનો 30 કંપનીઓના શેર પર આધારિત સેન્સેક્સ સવારે બિઝનેસમાં 169.20 પોઇન્ટ એટલે કે 0.53% ઘટીને 34,207.79 પોઇન્ટ પર ચાલી રહ્યો હતો. બિઝનેસ દરમિયાન આ 34,106.24 પોઇન્ટના નીચેના સ્તર સુધી પહોંચી ગયો હતો. આ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 88.85 પોઇન્ટ એટલે કે 0.86% ઘટીને 10,277.60 પોઇન્ટ પર ચાલી રહ્યો છે. 

આરંભિક આંકડાઓ પ્રમાણે શુક્રવારે વિદેશી રોકાણકારોએ 3,370.14 કરોડ રૂ. પરત ખેંચી લીધા છે. જોકે રોકાણકારોએ 1,902.07 કરોડ રૂ.ના શેરની ખરીદી કરી છે. બ્રોકરોની માહિતી પ્રમાણે ડોલરની સરખામણીમાં રૂપિયો નબળો પડવાને કારણે એની અસર માર્કેટ પર પડી છે. 

બિઝનેસને લગતા સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More