Home> Business
Advertisement
Prev
Next

સેન્સેક્સ 147 પોઈન્ટના વધારા સાથે 37641 પર બંધ, ટાટા મોટર્સના શેરમાં 9%ની તેજી

સેન્સેક્સ 147.15 પોઈન્ટના ઉછાળા સાથે 37,641.27 પર બંધ થયો. તો નિફ્ટીમાં પણ 47.50 પોઈન્ટનો વધારો થયો હતો. 

સેન્સેક્સ 147 પોઈન્ટના વધારા સાથે 37641 પર બંધ, ટાટા મોટર્સના શેરમાં 9%ની તેજી

મુંબઈઃ શેર બજારમાં મંગળવારે સતત ત્રીજા દિવસે વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 147.15 પોઈન્ટના વધારા સાથે  37,641.27 પર બંધ થયું તો કારોબાર દરમિયાન 37,641.27ની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી 47.50 પોઈન્ટના વધારા સાથે  11105.35 પર બંધ થઈ હતી. ઇન્ટ્રા-ડેમાં 11,141.75ના સ્તર સુધી પહોંચી હતી. 

fallbacks

તેજીનું કારણ
વિશ્લેષકો પ્રમાણે આરબીઆઈ દ્વારા સરપ્લસ ફંડમાંથી 1.76 લાખ કરોડ સરકારને ટ્રાન્સફર કરવાની મંજૂરીના નિર્ણયથી બજારમાં ખરીદી વધી છે. બીજી તરફ વિદેશી બજારોમાંથી પણ સારા સંકેત મળ્યા છે. 

પીએસયૂ બેન્ક ઇન્ડેક્સમાં 2.5 ટકાનો વધારો
સેન્સેક્સના 30માથી 22 અને નિફ્ટીના 50માથી 35 શેર વધારા સાથે બંધ થયા હતા. એનએસઈ પર 11માથી 8 સેક્ટર ઇન્ડેક્સ ફાયદામાં રહ્યાં હતા. પીએસયૂ બેન્ક ઇન્ડેક્સમાં સૌથી વધુ 2.51 ટકાની તેજી આવી હતી. આઈટી ઇન્ડેક્સમાં સૌથી વધુ 1.35 ટકાનું નુકસાન થયું હતું. 

નિફ્ટીના ટોપ-5 ગેનર  
શેર વધારો
ટાટા મોટર્સ 8.96%
બ્રિટાનિયા 6.70%
ટાાટા સ્ટીલ 4.08%
યસ બેન્ક 3.26%
એનટીપીસી 3.25%
નિફ્ટીના ટોપ-5 લૂસર  
શેર ઘટાડો
ભારતીય એરટેલ 3.52%
ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ 3.52%
ટેક મહિન્દ્રા 2.32%
ઇન્ફોસિસ 2.12%
ગ્રાસિમ 1.61%

રૂપિયો 32 પૈસા મજબૂત થયો
ડોલરના મુકાબલે રૂપિયામાં પણ મજબૂતી જોવા મળી હતી. નાણા બજારમાં કારોબાર દરમિયાન તે 32 પૈસાના વધારા સાથે 71.70ના સ્તર પર પહોંચી ગયો હતો. સોમવારે 36 પૈસા નબળો પડીને 72.02 પર બંધ થયો હતો. 

વાંચો બિઝનેસના અન્ય સમાચાર
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More