નવી દિલ્હીઃ શેરબજારમાં કોર્પોરેટ કાર્યવાહીની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ઘણી કંપનીઓ ડિવિડન્ડ અને બોનસ શેર આપવા જઈ રહી છે. SME ક્ષેત્રની એક કંપનીએ 7:1 ના ગુણોત્તરમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે, એટલે કે, દરેક શેરના બદલામાં, રોકાણકારોને 7 વધારાના શેર (7:1 bonus share ratio) મળશે. આ ઉપરાંત, કંપનીએ ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે.
શેરધારકોને શાનદાર ડિવિડન્ડ અને બોનસ શેર આપનારી આ કંપની Shine Fashions (India) Limited છે. આવો તમને જણાવીએ કે આ બંને કોર્પોરેટ એક્શન માટે કંપનીએ કઈ રેકોર્ડ ડેટ નક્કી કરી છે.
શેરમાં જોરદાર તેજી
Shine Fashions (India) Limited એ 6 જૂને બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ કંપનીના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. કંપનીના શેર 401 રૂપિયા પર કારોબાર કરી રહ્યાં છે. છેલ્લા છ મહિનામાં આ કંપનીના સ્ટોકે ઈન્વેસ્ટરોને 16 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે.
આ પણ વાંચોઃ 1 લાખના બનાવી દીધા 55 લાખ રૂપિયા, નવી ઊંચાઈ પર પહોંચ્યો અનિલ અંબાણીનો શેર
તો છેલ્લા એક વર્ષમાં 102% રિટર્ન સાથે ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કરી દીધા છે. છેલ્લા પાંચ વર્ષમાં Shine Fashions (India) Limited ના સ્ટોકે 1800 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે.
ડિવિડન્ડ અને બોનસ ઈશ્યુ માટે રેકોર્ડ ડેટ
Shine Fashions (India) Limited એ પોતાના પાત્ર શેરધારકોને 12.50 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ અને 7:1 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે અને તે માટે 4 જુલાઈને રેકોર્ડ ડેટ ફિક્સ કરી છે.
કંપનીનો વ્યવસાય શું છે
2019 માં સ્થાપિત, શાઇન ફેશન (ઇન્ડિયા) લિમિટેડ એક ટેક્સટાઇલ કંપની છે જે વિવિધ પ્રકારના કાપડ અને સંબંધિત કાચા માલની આયાત અને વેપાર કરે છે. કંપનીની પ્રોડક્ટ લાઇનમાં નોન-ઇન્ટરલિંકિંગ ફેબ્રિક, વુવન ફ્યુઝિબલ ઇન્ટરલાઇનિંગ અને માઇક્રોડોટ ફ્યુઝિબલ ઇન્ટરલાઇનિંગનો સમાવેશ થાય છે. આ કંપનીનું કુલ માર્કેટ કેપ 114 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચોઃ 1.56 રૂપિયાના સ્ટોકે કર્યો પૈસાનો વરસાદ, 2 વર્ષમાં 10 હજારના બનાવી દીધા 34 લાખ
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે