Short term Stocks to BUY: આ સમયે શેરબજારનું સેન્ટિમેન્ટ થોડું નબળું છે. ઉચ્ચ સ્તરે પ્રોફિટ બુકિંગ પ્રભુત્વ ધરાવે છે અને નિફ્ટી હાલમાં 25500 ની ઉપર ટકી રહ્યો છે. જો તે આ સ્તર તોડે છે, તો 200-300 પોઈન્ટનો વધુ ઘટાડો થઈ શકે છે. વૈશ્વિક બજારમાંથી મજબૂતાઈને ટેકો મળી રહ્યો છે. આ બજારમાં, પસંદગીના શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સ્થાનિક બ્રોકરેજ ફર્મ મીરા એસેટ શેરખાને આગામી 2-3 અઠવાડિયા માટે પોઝિશનલ રોકાણકારો માટે ત્રણ શેર પસંદ કર્યા છે. ચાલો આના લક્ષ્ય સહિત સંપૂર્ણ વિગતો જાણીએ.
Bharat Dynamics Share Price Target
Bharat Dynamics નો શેર 2 ટકાની તેજી સાથે 1985 રૂપિયાની રેન્જમાં કારોબાર કરી રહ્યો છે. શેરખાને આ રેન્જમાં ખરીદીની સલાહ આપી છે. આગામી 2-3 સપ્તાહની દ્રષ્ટિએ 2105 રૂપિયાનો પ્રથમ અને 2205 રૂપિયાનો બીજો ટાર્ગેટ આપ્યો છે. શેરમાં કરેક્શન આવવા પર 1905 રૂપિયાનો સ્ટોપલોસ મેન્ટેન કરવાનોછે. છેલ્લા એક અઠવાડિયામાં આ શેરમાં 7.2% અને બે અઠવાડિયામાં 4.2%નો વધારો થયો છે. આ સ્ટોકનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ ₹2096 છે અને નીચો ભાવ ₹897 છે. જૂન મહિનામાં, શેરે ₹2057 ની ઊંચી અને ₹1800 ની નીચી સપાટી બનાવી હતી. જુલાઈ મહિનો સ્ટોક માટે સારો રહ્યો છે. છેલ્લા 7 વર્ષમાં, 5 વર્ષથી જુલાઈ મહિનામાં આ શેરે સકારાત્મક વળતર આપ્યું છે અને સરેરાશ વળતર 12.74% રહ્યું છે.
આ પણ વાંચોઃ ફક્ત આધાર બતાવો અને લઈ જાઓ 80 હજાર રૂપિયા! હવે સરકાર ગેરંટી વિના આપી રહી છે લોન
New India Assurance Share Price Target
New India Assurance નો શેર સવા ટકાના ઘટાડા સાથે 190 રૂપિયાની રેન્જમાં કારોબાર કરી રહ્યો છે. 2-3 સપ્તાહની દ્રષ્ટિએ 197 રૂપિયાનો પ્રથમ અને 207 રૂપિયાનો બીજો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. શેરમાં કરેક્શન આવવા પર 179 રૂપિયાનો સ્ટોપલોસ મેન્ટેન કરવાનો છે. છેલ્લા એક સપ્તાહમાં શેરમાં 2 ટકા અને બે સપ્તાહમાં 4 ટકાની તેજી આવી છે. આ શેરનો 52 સપ્તાહનો હાઈ 309 રૂપિયા અને લો 135 રૂપિયા છે. જૂન મહિનામાં સ્ટોકે 208.5 રૂપિયાનો હાઈ અને 176 રૂપિયાનો લો બનાવ્યો હતો. જુલાઈનો મહિનો શેર માટે સારો રહ્યો છે. છેલ્લા 7 વર્ષમાં 4 વર્ષ સ્ટોકે જુલાઈ મહિનામાં પોઝિટિવ રિટર્ન આપ્યું છે અને એવરેજ રિટર્ન 10.94 ટકા રહ્યું છે.
TBO TEK Share Price Target
TBO TEK નો શેર 1435 રૂપિયાની રેન્જમાં કારોબાર કરી રહ્યો છે. શેરખાને આ રેન્જમાં સ્ટોક ખરીદવાની સલાહ આપી છે. આગામી બે સપ્તાહની દ્રષ્ટિએ 1505 રૂપિયા પ્રથમ અને 1580 રૂપિયા બીજો ટાર્ગેટ આપ્યો છે. શેરમાં કરેક્શન આવવા પર 1360 રૂપિયાનો સ્ટોપલોસ મેન્ટેન કરવાનો છે. આ શેર માટે 52 વીકનો હાઈ 2000 રૂપિયા અને લો 985 રૂપિયા છે. જૂન મહિનામાં સ્ટોકે 1508 રૂપિયાનો હાઈ અને 1246 રૂપિયાનો લો બનાવ્યો હતો.
(ડિસ્ક્લેમરઃ અહીં શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા કરવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે