Power Crisis Due To Shortage Of Coal: અખિલ ભારતીય વીજળી એન્જિનિયર મહાસંઘે દેશભરમાં કોલસા આધારિત વીજળી ઉત્પાદન પ્લાન્ટમાં કોલસાનો પુરતો પુરવઠો ન હોવાથી આવનારા સમયમાં વીજળી સંકટ ઉભું થવાની આશંકા વ્યક્ત કરી છે. તમને જણાવી દઇએ કે, દેશભરમાં ચાલી રહેલા કોલસા અને વીજળીની સ્થિતિની સમાચાર વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીમાં ઉર્જા મંત્રી આરકે સિંહ, કોલસા મંત્રી પ્રલ્હાદ જોશી અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે બેઠક કરી છે.
ગરમી વધવાની સાથે વીજળીની માંગમાં થયો વધારો
એઆઇપીઇએફે એક નિવેદનમાં કહ્યું કે, ગરમી વધવાની સાથે જ દેશના મોટાભાગના રાજ્યોમાં વીજળીની માંગ વધી ગઈ છે, પરંતુ કોલસાથી ચલાતા થર્મલ પાવર પ્લાન્ટ્સને જરૂરી પ્રમાણમાં કોલસો મળી રહ્યો નથી. જેના કારણે વીજળીની માંગ અને પુરવઠા વચ્ચેના અંતરને પૂરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કર્મચારીઓ માટે સારા સમાચાર! આ 4 ભથ્થામાં થશે વધારો, પગારમાં થશે બમ્પર વધારો
ગંભીર સ્થિતિમાં છે કોલસાનો ભંડાર
અખિલ ભારતીય વીજળી એન્જિનિયર મહાસંઘના પ્રવક્તા વીકે ગુપ્તાએ કહ્યું કે, થર્મલ પાવર પ્લાન્ટને કોલસાનો પુરતો પરવઠો સુનિશ્ચિત ન કરવા પર દેશને વીજળી સંકટનો સામનો કરવો પડી શકે છે. નિવેદનમાં કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણના દૈનિક કોલસા રિપોર્ટનો અહેવાલ આપતા કહેવામાં આવ્યું કે, ઘરેલું કોલસાનો ઉપયોગ કરતા કુલ 150 થર્મલ પાવર સ્ટેશનોમાંથી 81 માં કોલસાનો જથ્થો ગંભીર સ્થિતિમાં છે. પ્રાઈવેટ થર્મલ પાવર પ્લાન્ટ્સની સિથિતિ પણ એટલી જ ખરાબ છે, જેના 54 માંથી 28 પ્લાન્ટમાં કોલસાના જથ્થો ગંભીર સ્થિતિમાં છે.
Delhi | Union Home Minister Amit Shah held a meeting with Power Minister RK Singh, Coal Minister Pralhad Joshi and Railway Minister Ashwini Vaishnav, amid reports of the ongoing coal and power situation across the country. pic.twitter.com/Cwwm0dnc69
— ANI (@ANI) April 19, 2022
પશ્ચિમે આપેલા દર્દની ભારત પાસે દવા માંગી રહ્યું છે રશિયા, ચીને પણ મોં ફેરવ્યું
કયા રાજ્યોમાં છે સૌથી ખરાબ સ્થિતિ?
એઆઇપીઈએફના નિવેદન અનુસાર, દેશના ઉત્તરી વિસ્તારમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ રાજસ્થાન અને ઉત્તર પ્રેદશની છે. રાજસ્થાનમાં 7580 મેગાવોટ ક્ષમતાવાળા તમામ સાત થર્મલ પ્લાન્ટ્સ પાસે ઓછા પ્રમાણમાં સ્ટોક બચ્યો છે. ઉત્તર પ્રદેશમાં પણ અનપરા પ્લાન્ટને છોડી ત્રણ સરકારી પ્લાન્ટ્સમાં કોલસાના સ્ટોકની સ્થિતિ ગંભીર બની છે.
Taarak Mehta શોમાં આ કલાકારો વચ્ચે રીયલ લાઈફમાં શું છે સંબંધ, કોઈ ભાઈ-બહેન તો કોઈએ કરી લીધા લગ્ન
કેટલો બચ્યો કોલસાનો સ્ટોક?
ત્યારે પંજાબના રાજપુર પ્લાન્ટમાં 17 દિવસનો કોલસાનો જથ્થો બચ્યો છે. જ્યારે તલવંડી સાબો પ્લાન્ટ પાસે 4 દિવસનો સ્ટોક છે. ત્યારે જીવીકે પ્લાન્ટ પાસે કોલસાનો સ્ટોક પુરો થઈ ગયો છે. નિવેદન અનુસાર, હરિયાણામાં યમુનાનગર પ્લાન્ટમાં 8 દિવસ અને પાનીપત પ્લાન્ટમાં 7 દિવસનો સ્ટોક છે. ખેદાર વીજળી પ્લાન્ટમાં માત્ર એક યુનિટ જ એક્ટિવ રહેવાથી 22 દિવસનો સ્ટોક બચ્યો છે.
(ન્યુઝ એજન્સી ભાષાના ઇનપુટની સાથે)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે