Home> Business
Advertisement
Prev
Next

Small Business: માત્ર 20 હજારથી શરૂ કરો આ બિઝનેસ, મહિને થશે 3 લાખની કમાણી, સરકાર પણ આપે છે સબ્સિડી

આજે અમે તમને આવા એક આઈડિયા વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તમે ઓછા રોકાણથી સારી કમાણી કરી શકો છો. તે માટે તમારે વધુ નહીં માત્ર 20-30 હજારનું રોકાણ કરવું પડશે.
 

Small Business: માત્ર 20 હજારથી શરૂ કરો આ બિઝનેસ, મહિને થશે 3 લાખની કમાણી, સરકાર પણ આપે છે સબ્સિડી

નવી દિલ્હીઃ Small Business Idea: કોરોના કાળ દરમિયાન નોકરી પર કોઈ વિશ્વાસ રહ્યો નથી. તેવામાં લોકોને કારોબારનો આઈડિયો પસંદ આવી રહ્યો છે. આજે અમે તમને આવા એક આઈડિયા વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તમે ઓછા રોકાણથી સારી કમાણી કરી શકો છો. તે માટે તમારે વધુ નહીં માત્ર 20-30 હજારનું રોકાણ કરવું પડશે. આ બિઝનેસમાં તમે 3-4 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. અમે વાત કરી રહ્યાં છીએ લેમનગ્રાસ ખેતીની, આ ખેતીની માર્કેટમાં ખુબ ડિમાન્ડ છે. 

fallbacks

કઈ રીતે શરૂ કરો લેમનગ્રાસની ખેતી
લેમનગ્રાસ ખેતીની શરૂઆત કરવાનો યોગ્ય સમય ફેબ્રુઆરી-જુલાઈ વચ્ચે છે. આ ખેતીની નર્સરી તૈયાર કર્યા બાદ વાવવા માટે ઉંડાઈ ઓછામાં ઓછા 3 સેન્ટીમીટર રાખો. લેમનગ્રાસનો છોડ લગભગ છ મહિનામાં તૈયાર થઈ જાય છે. ત્યારબાદ 70-80 દિવસમાં તેને લણી શકાય છે. વર્ષમાં 3-4 વખત તેને લણી શકાય છે. એક એકર જમીનની ખેતીથી 3 ટન સુધીના પાંદડા કાઢી શકાય છે. 

fallbacks

સરકાર પણ આપે છે સબ્સિડી
રાજ્ય સરકારો આ ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. આ હેઠળ બગીચા બોર્ડ રાજ્યવાર કિસાનોને અલગ-અલગ પ્રકારની સબ્સિડી આપે છે. રાજ્ય સરકાર ખેતી માટે પ્રતિ એકર 2 હજાર રૂપિયાની સબ્સિડી આપી રહી છે. જ્યારે ડિસ્ટીલિયેશન લગાવવા માટે 50 ટકા સુધીની સબ્સિડી આપવામાં આવે છે. 

fallbacks

1 રૂપિયાથી ઓછામાં મળે છે લેમનગ્રાસનો છોડ
લેમનગ્રાસનો એક છોડ 1 રૂપિયાથી ઓછી કિંમતમાં મળે છે. આ છોડની સૌથી મહત્વની બાબત એ છે કે તે ન તો પશુઓ દ્વારા ખાવામાં આવે છે અને ન તો તે રોગ પેદા કરે છે. આ જ કારણ છે કે લીંબુનો છોડ વધુ નફો આપે છે. તમે રાજ્યના બાગાયત બોર્ડની મુલાકાત લઈને આ પ્લાન્ટ માટે ખરીદી કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો.

આ પણ વાંચોઃ Gold Price Today: સોનું 10 હજાર રૂપિયા થયું સસ્તું, ચાંદી 60 હજારથી નીચે પહોંચી, જાણો 14થી 24 કેરેટ Gold નો ભાવ

બજારમાં વધુ છે ડિમાન્ડ
લેમનગ્રાસમાંથી નિકળનાર તેલની ખુબ ડિમાન્ડ છે. આ છોડમાંથી નિકળતા તેલને કોસ્મેટિક, સાબુ, તેલ અને દવા બનાવનારી કંપનીઓ ઉપયોગ કરે છે. આ કારણ છે કે માર્કેટમાં તેની સારી કિંમત મળે છે. આ ખેતીને દુષ્કાળ પ્રભાવિત વિસ્તારમાં લગાવી શકાય છે. 

આ ખેતીથી કેટલી થશે કમાણી?
1 ક્વિન્ટલ લેમનગ્રાસથી 1 લીટર તેલ નિકળે છે. બજારમાં તેની કિંમત 1000-1500 રૂપિયા સુધી છે. જો તમે 5 ટન લેમનગ્રાસનું ઉત્પાદન કર્યું અને તેનું તેલ કાઢી લીધુ છે તો તમને 3 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. આ સિવાય તમે લેમનગ્રાસના પાંદડા વેચીને પણ સારી કમાણી કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More