Home> Business
Advertisement
Prev
Next

Sovereign Gold Bond: ફરી આવી સસ્તું સોનું ખરીદવાની તક, જાણો કઈ રીતે કરશો રોકાણ

Sovereign Gold Bond સબ્સક્રિપ્શન માટે 28 ફેબ્રુઆરીથી ખુલશે. આરબીઆઈએ તેની કિંમત 5109 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. 

Sovereign Gold Bond: ફરી આવી સસ્તું સોનું ખરીદવાની તક, જાણો કઈ રીતે કરશો રોકાણ

નવી દિલ્હીઃ ગ્રાહકોને એકવાર ફરી સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની તક મળી રહી છે. ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું કે, સોવરેન હોલ્ડ બોન્ડ સોમવારથી પાંચ દિવસ માટે ખુલશે. આરબીઆઈએ તેની કિંમત 5109 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. 

fallbacks

શું હશે કિંમત
રિઝર્વ બેન્કે જણાવ્યું કે, સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 સિરીઝ એક્સની સબ્સક્રિપ્શન 28 ફેબ્રુઆરીથી ખુલવા જઈ રહી છે. ગ્રાહકો માટે તે 4 માર્ચ સુધી ખુલી રહેશે. કેન્દ્રીય બેન્કે જણાવ્યું કે, આ બોન્ડની કિંમત 5109 રૂપિયા છે. 

ભારત સરકારે રિઝર્વ બેન્ક સાથે ચર્ચા કરી ઓનલાઇન અરજી કરનાર રોકાણકારોને મૂલ્યથી 50 રૂપિયા પ્રતિ ગ્રામ છૂટ આપવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈએ કહ્યું કે, આવા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઈશ્યૂ કિંમત 5059 રૂપિયા પ્રતિ ગ્રામ હશે. 

સિરીઝ  IX ની ઈશ્યૂ પ્રાઇઝ, જે 10-14 જાન્યુઆરી દરમિયાન સબ્સક્રિપ્શન માટે ખુલી હતી, 4786 રૂપિયા પ્રતિ ગ્રામ સોનું હતું. 

આ પણ વાંચો- Gold Silver Price : સોના-ચાંદીમાં કડાકો, છેલ્લા એક વર્ષનો સૌથી મોટો ઘટાડો

અહીં કરી શકશો રોકાણ
નાણા મંત્રાલયે જણાવ્યું કે, આ બોન્ડ બેન્કો (સ્મોલ ફાઇનાન્સ બેન્ક અને પેમેન્ટ બેન્કોને છોડીને), સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટે, ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, પોસ્ટ ઓફિસ, માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જો (એનએસઈ અને બીએસઈ) ના માધ્યમથી વેચવામાં આવશે. 

કઈ રીતે નક્કી થાય છે કિંમત
સબ્સક્રિપ્શન સમય પહેલાના સપ્તાહના અંતિમ ત્રણ કાર્ય દિવસો માટે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ દ્વારા પ્રકાશિત 999 શુદ્ધતાવાળા સોનાના બંધ ભાવની સાધારણ એવરેજના આધાર પર બ્રાન્ડની કિંમત ભારતીય રૂપિયામાં નક્કી થશે. ઓનલાઇન સબ્સક્રાઇબ કરવા અને ડિજિટલ માધ્યમથી ચુકવણી કરનારને ગોલ્ડ બોન્ડની કિંમતમાં 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. 

સોવરેન ગોલ્ડ બોન્ડનો સમયગાળો આઠ વર્ષ હશે અને પાંચ વર્ષ બાદ ગ્રાહકોને તેમાંથી બહાર નિકળવાનો વિકલ્પ મળશે. 

આ પણ વાંચો- ચૂંટણી બાદ 15 રૂપિયા મોંઘુ થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ, જાણો તેની પાછળના 3 મોટા કારણ  

કેટલું કરી શકાય રોકાણ
સોવરેન ગોલ્ડ બોન્ડમાં તમે મિનિમમ પોસિબલ ઇન્વેસ્ટમેન્ટ 1 ગ્રામ સોનું હશે. મંત્રાલયે જણાવ્યું કે, રોકાણકારને 2.5 ટકાના વાર્ષિક દરથી નામમાત્ર મૂલ્ય પર ચુકવણી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More